Wednesday, May 26, 2010

પ્રકૃતિ સાથે જોડાવ, પરમાત્મા મળી જશે....

પરમાત્માની કૃપા જોઇએ તો પ્રકૃતિનું સન્માન કરો.



connected with nature પરમાત્માને અનુભવવાનો સહુથી સરળ માર્ગ છે પ્રકૃતિ. કહેવાય છે કે પ્રકૃતિ પરમાત્માની પ્રતિનિધિ છે. નદીઓ, પહાડ, જંગલ, વનસ્પતિ અને જીવ, બધા પરમાત્માના પ્રતિનિધિ છે. ભારતીય મુનિઓએ મનુષ્યને પરમાત્મા સાથે જોડાણ કરવા પ્રકૃતિના માધ્યમથી જ પ્રયાસ કરવા જણાવ્યું છે. આવા પ્રકારો જ આપણા જીવનમાં વ્રત-તહેવાર અને ઉત્સવ બનીને આવ્યા. આ ઉત્સવોના મર્મને સમજો, તેના આનંદને અનુભવશો તો પરમાત્મા પોતે આપને અનુભવવા લાગશે.



પરમાત્માએ મનુષ્યને એ સંભાવના આપી છે કે તે પોતાની ચેતનાને ઉપર ઉઠાવી શકશે ત્યારે તે દેવ સમાન બની જશે. ચેતનાનો સ્વભાવ છે કે જો તેને ઉપર ઉઠાવવામાં આવે તો તે નીચે વહી જશે, આવા સમયે પતન નિશ્વિત છે. આમ, મનુષ્ય પાસે વિકલ્પ છે કે તે ઇચ્છે તે તરફ જઇ શકે છે, શ્રેષ્ઠ તરફ અને શ્રેષ્ઠ નથી તે તરફ પણ. ચેતનાને જો શ્રેષ્ઠ તરફ ગતિ આપવી હોય તો તેનો પ્રકૃતિ સાથે જોડાવાનો પ્રકાર પણ અપનાવી શકાય છે.



પ્રકૃતિ પરમાત્માની પ્રતિનિધિ છે. આપણા પર્યાવરણ દોષે આપણને પ્રકૃતિથી દૂર કર્યા છે, જેથી આપણે પરમાત્માથી દૂર થઇ ગયા છીએ. ભારતીય શાસ્ત્રોએ કેટલાક તહેવારોને અદ્ભૂત રુપ આપ્યું છે. આવો જ એક તહેવાર છે ગોવત્સ દ્વાદશી. એટલે કે ગોવત્સ બારસ. આ દિવસે ગૌપૂજનનું મહત્વ છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં ગાય સાચી પ્રતિનિધિ છે. માનવામાં આવે છે કે ધરતીને જે અમૃત મળે છે તે ગાયના દૂધના રુપમાં મળે છે. આપણે ગાયને જેટલી વધુ પૂજીશું, માની લેવું કે આપણે પ્રકૃતિ પ્રત્યે એટલું જ સન્માન દર્શાવી રહ્યા છીએ. કેવી રીતે સંભવ છે કે કોઇ પ્રકૃતિને પ્રેમ કરે અને ગાય પર અત્યાચાર!



ગાય સાથે જોડાવાનો અર્થ છે પોતાના અસ્તિત્વમાંથી અહંકારને દૂર કરવો. આપણે બુદ્ધિ અને અહંકારથી એટલા સરભર બની ગયા છીએ કે પરમાત્મા માટે કોઇ જગ્યા જ નથી બચાવી. હિન્દુઓના બે મુખ્ય અવતાર શ્રીરામ અને શ્રીકૃષ્ણએ પ્રકૃતિના બે પ્રતિનિધિઓને પોતાની લીલામાં વિશેષ સ્થાન આપ્યું. ભગવાન શ્રીરામે વાનરોને અને શ્રીકૃષ્ણએ ગાયોને. મનુષ્યનું શરીર જો વાનરોના શરીરનો વિકાસ છે તો તેની આત્મા ગાયની આત્માનો વિકાસ છે. જો ગાયની આંખમાં આંખ નાંખીને આપણે પાંચ મિનિટ થોભી જઇશું તો ધ્યાન પ્રાપ્ત કરીશું. પરમાત્માની કૃપા જોઇએ તો પ્રકૃતિનું સન્માન કરો.

No comments: