Wednesday, May 26, 2010

ડરીને પણ પરમાત્મા પામી શકાય છે.....

કેટલાય ભક્તો આ ભૂલ થવાના ભયને લીધે અસમંજસમાં પડી જાય છે. તેમના ચિંતનની ઊર્જા એ વાતમાં જ વપરાઇ જાય છે કે ક્યાંક ભૂલ ન થઇ જાય.



your strength after afraidભક્તિ કરતી વખતે મનમાં ભયનો ભાવ ન રહેવો જોઇએ, કે ભક્તિ પણ ભયમાં ન હોવી જોઇએ. આ બંને એક-બીજાથી વિપરિત છે. તેમ છતાંય મનુષ્યનો સ્વભાવ તેને અનેકવાર ડરતા ડરતા ભગવાનમાં માનતો કરી દે છે. ભયમાં પણ ભગવાન મળે છે, પણ તેનો એક પ્રકાર હોય છે. ભય પણ પરમાત્માનો ભેટો કરાવી શકે છે.



ભય અને ભક્તિ એકબીજાની તરફ પીઠ ફેરવતા હોવા જોઇએ. જેઓ ભક્તિ કરી રહ્યા હોય તેમણે ભયભીત ન થવું જોઇએ. પણ જોવા મળે છે કે કોઇ ને કોઇ ભય કોઇ પણ રુપમાં દરેકના જીવનમાં સમાયેલો જ હોય છે. જ્ઞાત ભય તો સમજી શકાય પણ અનેક લોકો અજ્ઞાત ભયમાં જ જીવે છે. ડરી-ડરીને જીવતા લોકો પરમાત્માને કેવી રીતે પામી શકે? આવો આજે એક એવા ડરની વાત કરીએ જે આધ્યાત્મિક જીવનમાં અચાનક જ આવી જાય છે. આ ડર છે – ક્યાંક ભૂલ ન થઇ જાય.



કેટલાય ભક્તો આ ભૂલ થવાના ભયને લીધે અસમંજસમાં પડી જાય છે. તેમના ચિંતનની ઊર્જા એ વાતમાં જ વપરાઇ જાય છે કે ક્યાંક ભૂલ ન થઇ જાય. ભૂલ થવી સ્વાભાવિક છે. ભૂલ પ્રત્યે સાવધાની રાખવી જોઇએ, ચિંતા નહીં. ઊર્જા એ વાતમાં વાપરવી જોઇએ કે ભૂલને સુધારવામાં કોઇ ચૂક ન રહી જાય. જો એ ડરમાં જ જીવશો કે ક્યાંક ભૂલ ન થઇ જાય તો જીવનમાં કોઇ મોટું સર્જન કરી શકશો નહીં. આવા લોકો એટલા માટે મિત્ર નથી બનાવી શકતા કારણ કે તેમને મિત્રતામાં પણ પહેલા શત્રુ ભાવ દેખાય છે. તેમને શત્રુતા મળે કે ના મળે પણ તેઓ મિત્રતાથી ચોક્કસ વંચિત રહી જાય છે.



આવા લોકો એટલા માટે પ્રેમ નથી કરી શકતા કારણ કે તે પહેલા જ તેમને ઇર્ષ્યાનો ભય સતાવે છે. બધી ઊર્જા મિત્રતા, પ્રેમ, ભક્તિમાં વાપરવી જોઇ. ભૂલ થશે, પરમાત્મા સંભાળી લેશે. પોતાની શ્રદ્ધાને બળવાન કરી ભૂલોને ઈશ્વર પર છોડી દો. સાવધાની રાખવી જોઇએ પણ સાવધાનીના ચક્કરમાં બધી ઊર્જાને ભૂલ ન થાય તેમાં જ વાપરી દેવાની નથી.

No comments: