Wednesday, May 26, 2010

નામ તમને પરમાત્મા સુધી પહોંચાડશે...

નામને જીવનમાં જાળવી રાખો, તે તમને પરમાત્મા સુધી પહોંચાડશે.



Name will help you દરેક પતિ-પત્નીના સંબંધો વચ્ચે કોઈને કોઈ એવી વાત હોય છે જે અન્ય કોઈ વ્યક્તિને ખબર નથી હોતી. પત્ની પતિને કંઈક કહે છે અને પતિ પત્નીને કંઈક કહે છે. આમ તો આ વાત બંને જણાં જાણતાં જ હોય છે, જે અન્ય કોઈ જાણતું નથી. ભગવાન રામજીએ કહ્યું - હું તમને એક વાત કહું છું. તમે એ કહેજો અને તે માની જશે, છતાં સીતાજીએ આ બાજુ મોઢું ફેરવ્યું નહીં.



હનુમાનજીને યાદ આવ્યું કે, ભગવાન રામે જે કહ્યું છે તે બોલી જાઉ. તેમણે તત્કાળ કહ્યું - ‘હું રામદૂત, તમે માતા જાનકી, સત્ય શપથ કરુણાનિધાન કી.’ રામજી અને સીતાજી જ્યારે એકબીજા સાથે વાત કરતાં હતાં ત્યારે એકાંતમાં સીતાજી ભગવાન રામને કરુણાનિધાન કહેતાં હતાં. આ વાત માત્ર સીતામાતા અને ભગવાન રામજીને જ ખબર હતી. જેવા હનુમાનજી આ વાત બોલ્યા કે તરત જ સીતાજી વિચારમાં પડી ગયાં કે આ કોઈ નજીકની વ્યક્તિ છે અને તેઓ ફરી ગયાં. પુત્રનો સ્વીકાર કર્યો.



નામનું આવું મહત્વ છે. કરુણાનિધાન નામ હતું, તેથી નામને જીવનમાં જાળવી રાખો, તે તમને પરમાત્મા સુધી પહોંચાડશે. આ ઉપરાંત પરીક્ષિતજીએ કહ્યું - હે મહામુનિ, મને પરમ પુરુષ પરમાત્મા દ્વારા દેવતા, મનુષ્ય, નાગ અને પક્ષી વગેરેની સૃષ્ટિનું વિસ્તારથી વર્ણન કરી સમજાવવાની કૃપા કરો. ત્યારે શુકદેવજીએ કહ્યું, રાજા પ્રાચીન બર્હિના દસ પુત્રો તપસ્યા કરી સમુદ્રથી બહાર નીકળ્યા. તેમણે જોયું કે, સંપૂર્ણ પૃથ્વી લતા, વૃક્ષ વગેરેથી લીલીછમ થઈ ગઈ છે.

No comments: