Saturday, May 29, 2010

સંયમિત ભોજન રાખે સ્વસ્થ....

કુપોષણને કારણે હાર્ટએટેક જેવી મોટી અને બીજી ઘણી સમસ્યાઓ થઇ શકે છે. કુપોષણનો શિકાર હંમેશાં એવા લોકો થતા હોય છે જેઓ પોતાના ભોજનમાં કેલેરી, પ્રોટિન અને વિટામિનની પર્યાપ્ત માત્રા લઇ શકતા નથી. ખાન-પાનની ખોટી ટેવો અને માત્રાને કારણે પણ પોષણ પર અસર થાય છે. જરૃરિયાત કરતાં વધારે પ્રમાણમાં ભોજન કરવાને કારણે પણ શરીરને જોઇતું પોષણ મળતું નથી. કુપોષણને કારણે હાર્ટ બ્લોકેજની સંભાવના રહે છે. જો પૌષ્ટિક અને યોગ્ય માત્રામાં ભોજન લેવામાં આવે તો આપણે સ્વસ્થ રહી શકીએ છીએ અને બીમારીઓથી પણ કોસો દૂર રહીશું.

જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાવાનું રાખો. ક્યારેય જોર જબરજસ્તીથી કે દેખાડો કરવા માટે ખાશો નહીં. ખાવાનું હંમેશાં ધીરે-ધીરે અને ચાવીને જ ખાઓ. ઓછું ખાઓ અને રાત્રીનું ભોજન બપોરના ભોજન કરતાં ઓછું હોવું જોઇએ.જમતી વખતે એક કોળિયો મોઢામાં નાખી, બરાબર ચાવો અને ગળામાં ઉતાર્યા પછી જ બીજો કોળિયો લેવો જોઇએ.ભોજન કરતી વખતે ટીવી જોશો નહીં, વાતો કરશો નહીં, કાંઇ રમત રમશો નહીં, તેનાથી વ્યક્તિ બેધ્યાન બની જાય છે અને જરૃરિયાત કરતાં વધારે ખાઇ લે છે.તમારે કેટલું ખાવાનું છે તે નક્કી કરીને ક્યારેય ભોજન કરશો નહીં. સ્કિમ્ડ માઇલ્ડ ડેરી ઉત્પાદનોનો ઉપયોગ કરો.

સંયમિત ભોજન રાખે સ્વસ્થ

આપણા મસાલાઓમાં રંગ માટે ઉપયોગમાં લેવાતી હળદર ઘણા ગુણો ધરાવે છે. હળદર એ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ એન્ટિસેપ્ટિક છે. હળદરમાં રહેલ ચોક્કસ એક્ટિવ ઇંગ્રિડિઅન્ટ્સ (સામગ્રી) તેને ઓષધિ બનાવે છે. આ તત્ત્વ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઘણું મહત્ત્વપૂર્ણ છે. કારણ કે તેમાં એન્ટિ-ઓક્સિડેન્ટ, એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ છે. આ જ કારણે હળદર એ આપણા ભોજનની મહત્ત્વપૂર્ણ વસ્તુ, મસાલો કે ઔષધ છે. તેના કેટલાક ફાયદા નીચે મુજબ છે.હળદર મેદસ્વીપણું ઘટાડે છે, લોહીનું ભ્રમણ વધારે છે અને તેને શુદ્ધ રાખવામાં મદદ કરે છે.હળદર ગૈસ્ટિક-મ્યૂકશ (કફ) બનવાની પ્રક્રિયાને વધારે છે, જે ભોજનને પચવામાં મદદ કરે છે.તે અસ્થમાથી બચાવે છે. કેટલાંક સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે હળદર બ્રોંકિયલ અસ્થમાના ઉપચારમાં ઘણી ઉપયોગી છે.એવું પણ માનવામાં આવે છે કે હળદર અલ્ઝાયમરને વધતું અટકાવવામાં મદદ કરે છે.હળદર લોહીમાં ખાંડની માત્રાને સ્થિર રાખવામાં મદદ કરે છે. બીજી ઔષધિઓ સાથે તેના એન્ટિ ડાયાબિટિક ગુણ પણ જોવા

મળે છે.ચહેરા પરના ડાઘા અને કરચલીઓ દૂર કરવા કાળા તલ અને હળદર સરખા પ્રમાણમાં વાટીને તેની પેસ્ટ બનાવ્યા બાદ ચહેરા પર લગાવવી.

No comments: