Saturday, May 8, 2010

શું ભવિષ્ય બદલી શકાય છે?...

સમગ્ર બ્રહ્માંડમાં જો કોઇ છે જે આપણું ભાગ્ય, દુર્ભાગ્ય બદલી શકે છે, તો તે માત્ર અને માત્ર ગુરુ છે. સાચા અને વાસ્તવિક ગુરુની ઓળખ એ છે કે તેઓ પોતે આત્મજ્ઞાની હોય.



Can we change the futureભવિષ્ય એટલે આવનારી કાલ. ભવિષ્યમાં શું બનશે તે ખૂબ રોચક, જિજ્ઞાસા જન્માવનારું અને આશ્વર્યપ્રેરક હોય છે. ભવિષ્યના વિષયમાં બે પ્રકારના મત સમાજમાં પ્રચલિત છે, એમ પણ કહી શકાય કે આ વિષયને લઇને વિશ્વ ભે ભાગમાં વહેંચાયેલું છે. એક તરફ એવા લોકો છે જેઓ સરળતાથી કહી દે છે કે ભવિષ્ય આપણા કર્મો દ્વારા જ બને છે, જે જેવું કરે છે તેવું જ ફળ મેળવે છે. તો બીજી તરફ તે લોકો છે જે કહે છે કે માણસની ઈચ્છા મુજબ કંઇ જ નથી થતું. તે જ થશે જે ઈશ્વર ઇચ્છે છે, કે પછી નસીબમાં લખ્યું છે.



આપણે આ વાદ-વિવાદમાં આપણો સમય વેડફવાની જરૂર નથી, આવશ્યકતા છે તે રાજમાર્ગની જેના પર ચાલીને આપ મંજિલ સુધી પહોંચી શકો. દુનિયાના તમામ ધર્મો, સાધના માર્ગો અને ઉપાસના પદ્ધતિઓનો જે નીચોડ છે તે આપણને અનમોલ સૂત્ર આપે છે. તે એ કે આ સમગ્ર બ્રહ્માંડમાં જો કોઇ છે જે આપણું ભાગ્ય, દુર્ભાગ્ય બદલી શકે છે, તો તે માત્ર અને માત્ર ગુરુ છે. સાચા અને વાસ્તવિક ગુરુની ઓળખ એ છે કે તેઓ પોતે આત્મજ્ઞાની હોય. આવા સાચા ગુરુ જ ભાગ્ય રચનારા વિધાતા અને આપની વચ્ચે માધ્યમ બની શકે છે. આવા ગુરુ ત્યારે જ મળી શકે છે જ્યારે આપની અંદર યોગ્ય પાત્રતા હોય. પાત્રતા તપના માધ્યમ દ્વારા વિકસિત થશે. તપ એટલે સત્ય, ઇમાનદારી, પવિત્રતા, કર્તવ્યનિષ્ઠા વગેરે.


No comments: