
Wednesday, May 26, 2010
લગ્ન સ્થાન બતાવે છે વ્યક્તિનો સ્વભાવ....
જો લગ્નમાં રાહુ હોય તો જાતક કડવા વચનો બોલનારો હોય છે. પણ જો લગ્નમાં કેતુ હોય તો સમ પ્રકૃતિવાળો હોય છે.
જન્માક્ષર જોઇને કોઇપણ વ્યક્તિનો સ્વભાવ જાણી શકાય છે. લગ્ન સ્થાન જાતકના સમગ્ર સ્વભાવનો પરિચય આપે છે. જેને પ્રથમ ભાવ પણ કહે છે. લગ્નમાં જો સૂર્ય સારો હોય તો જાતક મિલનસાર, નબળી આંખોવાળો, દિલદાર હોય છે. આ જ સૂર્ય જો નબળો હોય તો જાતક મિતભાષી, ચીડીયા સ્વભાવનો હોય છે. જો ચંદ્ર હોય તો તે સુંદર હોય છે. મંગળ હોય તો ક્રોધી હોય છે, તે માંગલિક પણ હોય છે. બુધ લગ્નમાં હોય તો તે બુદ્ધિમાન હોય છે અને જો ગુરુ હોય તો ધાર્મિક અને બળવાન હોય છે. લગ્નમાં જો શુક્ર હોય તો કામુક, હોશિયાર હોય છે. જો શનિ હોય તો જાતકનો ચહેરો પિતાના ચહેરાને મળતો આવે છે, આવા જાતકો સમજદાર હોય છે. જો લગ્નમાં રાહુ હોય તો જાતક કડવા વચનો બોલનારો હોય છે. પણ જો લગ્નમાં કેતુ હોય તો સમ પ્રકૃતિવાળો હોય છે.

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment