Wednesday, May 26, 2010

જો સીધાજ પરમાત્મા સુધી પહોંચવું હોય તો...?

જન્નત અને દોઝખના ભયથી લોકો ઉપરવાળાની ઈબાદત કરે તે ખોટું છે. વ્યક્તિ નિર્લેભ, નિર્ભય અને નિર્દોષ હોવી જોઇએ.



It we directly want to reach with godપરમાત્મા,એટલે કે તે પરમશક્તિ સુધી આપણે સીધા જ પહોંચી શકીએ છીએ. તેના માટે આપણે ભક્તિ નહીં, પ્રયાસ કરવો પડશે, પ્રયાસ પોતાની જાતને સાધવાનો. પોતાના સ્વભાવને ફકીર જેવો બનાવવો પડશે. આપણે તીર્થ સ્થાનોએ જઇએ છીએ ત્યારે મંદિર અને મૂર્તિઓ સુધી જ સીમિત બની જઇએ છીએ, ક્યારેય ધર્મની અંદર જવાનો એટલે કે પરમાત્માને સમજવાનો પ્રયત્ન સુદ્ધા નથી કરતા.



ફકીરી વૃત્તિ આપણી ભીતર સીધાજ ઈશ્વર સુધી પહોંચવાની ઘેલછા લાવી દે છે. મુસ્લિમ ફકીરોની પરંપરામાં શિબલીનું નામ સન્માન સાથે લેવામાં આવે છે. તેમનો આગ્રહ રહેતો કે સીધાજ ઈશ્વર અલ્લાહ સુધી પહોંચો. પોતાની આ વાત કહેવાની તેમની રીતો નિરાળી રહેતી. ધર્મસ્થાનો ઉપયોગ મોટાભાગના લોકોએ માત્ર દેખાડો કરવા જ કર્યો છે, આ માટે શિબલીના મનમાં ગુસ્સો પણ રહેતો. એકવાર તેઓ હાથમાં સળગતા અંગારા લઇને ફરી રહ્યા હતા. લોકોએ આ અંગે પ્રશ્નો પૂછ્યા તો શિબલીએ જવાબ આપ્યો કે આની મદદથી ખાન-એ-કાબાને સળગાવવાની તૈયારી કરી છે. લોકો નારાજ થાય તે સ્વાભાવિક હતું. શિબલી મુસલમાન બનીને કાબા એટલે કે મુસલમાનોના સર્વશ્રેષ્ઠ પવિત્ર સ્થાન વિશે આવું કહી રહ્યા હતા, પણ જ્યારે શિબલી ફકીરે પોતાની વાતને વધારે સ્પષ્ટ કરીને રજુ કરી ત્યારે લોકો ચોંકી ગયા અને શરમથી નતમસ્તક બની ગયા, ખુશ પણ થયા.



તેમની વાત ઇશારામય હતી. તેમના કહેવાનો અર્થ હતો કે પોતે આમ કરવા ઇચ્છે છે કારણ કે લોકો સામાન્ય ઈબાદત પર જ ટકી જાય છે અને સીધા ખુદા તરફ જતા નથી. શિબલીનો ઇશારો હતો કે લોકો માત્ર કાબાની જગ્યા પર ન ટકે પરંતુ સાહબે કાબા(પરમાત્મા, તે સ્થાનના માલિક) પર ટકે. ખરેખર આપણું જીવન એવું બની જાય છે કે આપણે ખુદાને સાંભળીએ છીએ, ખુદાની નથી સાંભળતા. ફરી એકવાર શિબલીના હાથમાં સળગતા લાકડા જોઇ ફરીથી પ્રશ્ન પૂછવામાં આવ્યો, હવે કોને સળગાવવાનો ઇરાદો છે? જવાબ બેમિસાલ હતો. જન્નત(સ્વર્ગ) અને દોઝખ(નરક) બંનેને સળગાવી દઇશ. ફકીરે કહ્યું જન્નત અને દોઝખના ભયથી લોકો ઉપરવાળાની ઈબાદત કરે તે ખોટું છે. વ્યક્તિ નિર્લેભ, નિર્ભય અને નિર્દોષ હોવી જોઇએ. આપણે સમજવું પડશે કે જીવન એક સતત પ્રશિક્ષણ છે. સંતો-ફકીરો પોતપોતાના અંદાજ સાથે આપણને આ વિશેની શીખ આપતા રહે છે.

No comments: