Wednesday, May 26, 2010

જ્યાં પ્રકૃતિ ઈશ્વરનું રુપ છે.....

પુરાણોમાં લખવામાં આવ્યું છે કે માનવે રાગ, દ્વેષ, મોહ, માયા જેવા લૌકિક બંધનોમાંથી છૂટકારો મેળવવા તીર્થયાત્રા કરવી જોઇએ.

nature is godકર્મયોગી ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં ઈશ્વરના વિરાટ સ્વરુપ વિશે કહ્યું છે કે હું જ જગત અને પ્રકૃતિના કણ-કણમાં વ્યાપ્ત છું. ઈશ્વરના આ વિરાટ સ્વરુપ અને સૌંદર્યની અનુભૂતિ થાય છે ચાર ધામની યાત્રામાં. ચાર ધામ ધાર્મિક દ્રષ્ટિએ પુણ્ય લાભ આપે છે સાથે-સાથે આ પવિત્ર સ્થાનોમાં વ્યાપ્ત કુદરતી સૌંદર્ય પણ અહીં આવનારને અભિભૂત કરી દે છે. આ પ્રાકૃતિક દ્રશ્યો જોવાથી મળતી આનંદમયી અને આધ્યાત્મિક અનુભૂતિ દરેક તીર્થયાત્રીને ઊંડી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. જેના દ્વારા તેનામાં તાજગી અને માનસિક ઊર્જાનો સંચાર થાય છે. આ જ કારણ છે કે આ તીર્થોની ઊંચાઇ પરથી નીચે ઊતરતો દરેક શ્રદ્ધાળુ એ માનસિક શાંતિનો અહેસાસ કરે છે કે તેણે પહાડોની ઊંચાઇને સ્પર્શીને જીવનની ઊંચાઇઓ પ્રાપ્ત કરી છે.

પુરાણોમાં લખવામાં આવ્યું છે કે માનવે રાગ, દ્વેષ, મોહ, માયા જેવા લૌકિક બંધનોમાંથી છૂટકારો મેળવવા તીર્થયાત્રા કરવી જોઇએ. ત્યાં સાધુ-સંતોની સંગતથી ઈશ્વરીય તત્વનો અનુભવ મેળવવો જોઇએ. માટે યથાસંભવ આ પુણ્યસભર અવસરનો આધ્યાત્મિક લાભ ચોક્કસ લેવો જોઇએ.

No comments: