Wednesday, May 26, 2010

ધ્યાન માટે કયો સમય ઉત્તમ ગણાય ?..........

રાત્રે ઊંઘ પૂરી થવાથી આપણા મનના વિકારો પણ શાંત થઇ ગયા હોય છે. ઊંઘમાંથી જાગતાની સાથે જ ધ્યાન કરવા બેસવાથી એકાગ્રતા વધે છે.



proper time for meditationમેડિટેશન એટલે કે ધ્યાન માટે આમ તો કોઇ બંધન નથી પણ તેમ છતાં શ્રેષ્ઠ પરિણામ માટે સમય નક્કી કરવામાં આવે તે યોગ્ય છે. ધ્યાન માટે સહુથી વધારે જો કોઇ ચીજની આવશ્યકતા હોય તો તે છે શાંતિ અને એકાગ્રતાની. આ બંને જ્યારે સુલભ બને તે સમય ધ્યાન માટે સહુથી યોગ્ય સમય બનશે.



યોગી માટે સમયનું કોઇ બંધન નથી હોતું પણ નવા સાધક માટે સમયની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ મર્યાદા અભ્યાસને મજબૂત કરવા માટે રાખવામાં આવીછે. નિશ્વિત સમયે જ ધ્યાનનો અભ્યાસ કરવાથી માત્ર સંકલ્પ શક્તિ જ દ્રઢ નથી થતી તેની સાથે સફળતા મેળવવામાં પણ સરળતા રહે છે. ધ્યાન માટે સવાર, બપોર અને મધ્યરાત્રિનો સમય યોગ્ય છે. આને સંધિકાળ કહે છે. સંધિકાળ એટલે જ્યારે બે પ્રહર મળે તે. જેમ કે સવારે રાત અને સૂર્યોદય, મધ્યાનમાં સવાર અને બપોર મળે છે.



સહુથી ઉત્તમ સમય બ્રહ્મ મુહૂર્તનો(સૂર્યોદય પહેલાનો સમય)છે. માન્યતા છે કે આ સમયે ધ્યાન કરવાથી વિશેષ લાભ મળે છે. કારણ કે રાત્રે ઊંઘ પૂરી થવાથી આપણા મનના વિકારો પણ શાંત થઇ ગયા હોય છે. ઊંઘમાંથી જાગતાની સાથે જ ધ્યાન કરવા બેસવાથી એકાગ્રતા વધે છે.

No comments: