Saturday, May 15, 2010

આસનથી સરળ બને છે જીવન..

યોગ માટે આસનની સિદ્ધિ એટલે એક જ સ્થળ પર સુવિધાપૂર્વક બેસીને અભ્યાસ કરવો.



doing Asanઆસન અષ્ટાંગ યોગનું ત્રીજુ ચરણ છે. પહેલા બે ચરણ યમ અને નિયમમાંથી શાંતિ અને પવિત્રતા મેળવી આસનના રુપમાં ત્રીજા ચરણમાં પ્રવેશ કરીએ. આસનનો અર્થ શરીર સંતુલન સાથે છે. અર્થાત્ યોગ માટે આપણે કેવી રીતે બેસવું જોઇએ તે પણ જાણવું જરૂરી છે.



મહર્ષિ પતંજલિના યોગસૂત્રમાં આસન વિશેની જાણકારી આપવામાં આવી છે. લાંબા સમય સુધી નિશ્ચલ થઇને એક જ સ્થિતિમાં બેસવું આસન છે. ઓછામાં ઓછું ત્રણ કલાક 36 મિનિટ સુધી અને વધારેમાં વધારે ચાર કલાક 48 મિનિટ બેસવાથી આસન સિદ્ધિ થાય છે. યોગદર્શનમાં કહેવામાં આવ્યું છે કે શરીરની સ્વાભાવિક ક્રિયાઓ શાંત કરી મનને પરમાત્મામાં તન્મય કરવાથી આસનની સિદ્ધિ થાય છે.



યોગ માટે આસનની સિદ્ધિ એટલે એક જ સ્થળ પર સુવિધાપૂર્વક બેસીને અભ્યાસ કરવો. બેસવાની આ પ્રક્રિયા અને સ્થિતિ જ આસન છે.


No comments: