Friday, May 7, 2010

જપ કરવાથી પ્રાપ્ત થાય છે શાંતિ અને શક્તિ...

વ્યક્તિ જે દેવતાના મંત્ર, નામના જાપ કરે છે ધીરે-ધીરે તેમના ગુણ જાપ કરનાર વ્યક્તિમાં આવવા લાગે છે તથા આચાર વ્યવહારમાં આમુલ પરિવર્તન થાય છે.



Jap provides peace and strengthજપનો અર્થ છે એક જ નામ કે મંત્રનું વારંવાર ઉચ્ચારણ કરવું તથા જેના નામનું ઉચ્ચારણ કરી રહ્યા છો તેને ધ્યાનમાં રાખવું. આ એક અતિ સુલભ ક્રિયા છે. આ માટે જ કળયુગમાં જપને સર્વશ્રેષ્ઠ પૂજા પદ્ધતિઓમાં સમાવવામાં આવે છે. અન્ય પૂજા પદ્ધતિમાં ત્રુટી હોવાની કે સામગ્રી શુદ્ધ નહીં હોવાની સંભાવના રહે છે. પણ નામનો જાપ કરવામાં કોઇ નિયમ નથી.



વ્યક્તિ પવિત્ર હોય કે અપવિત્ર કોઇપણ અવસ્થામાં હોય, કોઇપણ ગતિમાં હોય જો તે ઇશ્વરના નામનો જાપ કરે છે તો તેને પૂર્ણ રુપે ફળ પ્રાપ્તિ થાય છે. પોતાના રોજિંદા કામો કરતા કરતા પણ જો ભગવાનના નામના જાપ કરવામાં આવે તો વ્યક્તિ પુણ્ય પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. સતત જાપ કરવાથી અત:કરણની શુદ્ધિ થાય છે અને શરીરમાં નવી ઊર્જાનું સિંચન થાય છે.



વ્યક્તિ જે દેવતાના મંત્ર, નામના જાપ કરે છે ધીરે-ધીરે તેમના ગુણ જાપ કરનાર વ્યક્તિમાં આવવા લાગે છે તથા આચાર વ્યવહારમાં આમુલ પરિવર્તન થાય છે. સાથે ક્રોધ અને અહંકારનો નાશ થાય છે.


No comments: