Wednesday, May 26, 2010

માલિકોનો જીવ લેતો મોબાઈલ નંબર!..

બલ્ગેરિયામાં એક એવો મોબાઈલ નંબર છે જે છેલ્લા દસ વર્ષથી પોતાના દરેક માલિકને મારીને જ છોડે છે. ફોન અધિકારીઓએ હવે આ મોબાઈલ નંબર પર જ પ્રતિબંધ લાદી દીધો છે. આ નંબર છે 0888 888 888. છેલ્લા દસ વર્ષમાં જે કોઈ વ્યક્તિએ આ નંબર પોતાની પાસે રાખ્યો હતો તેનું મોત થઈ ગયું છે. મોબાઈલ નંબરનો પહેલો માલિક બલ્ગેરિયાની મોબાઈલ કંપની મોબિટેલનો ભૂતપૂર્વ સીઈઓ બ્લાદિમીર ગ્લાશ્રોવ હતો. 2001ના વર્ષમાં તેનું 48 વર્ષની વયે કેન્સરની બિમારીને કારણે મોત થઈ ગયું હતું. એવી પણ અફવાઓ ફેલાઈ હતી કે તેની પ્રતિસ્પર્ધી કંપનીએ તેને રેડિયોએક્ટિવ ઝેર આપીને કેન્સરનો રોગી બનાવી દીધો હતો. ત્યાર બાદ આ નંબર બલ્ગેરિયાના માફિયા ડોન દિમિત્રોવ પાસે પહોંચ્યો હતો. 2003ના વર્ષમાં તે પોતાની 50 કરોડની લૂંટનો સામાન જોવા માટે પહોંચ્યો ત્યારે બંદૂકની ગોળીનો શિકાર બની ગયો હતો. તેની ઉંમર 33 વર્ષની હતી. ત્યાર બાદ આ નંબર અન્ય એક ડોન દિશિલેવ પાસે પહોંચ્યો. 2005માં બલ્ગેરિયાની રાજધાની સોફિયામાં ઈન્ડિયન રેસ્ટોરન્ટ બહાર તેની હત્યા થઈ ગઈ હતી. તે કોકેઈનનો વેપાર કરતો હતો. ત્યાર બાદ આ નંબર દિશિલેવના કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી પાસે હતો. થોડા સમય સુધી આ નંબર પર ફોન કરતા એવો અવાજ આવતો હતો કે, ‘ફોન કરવેજ વિસ્તારની બહાર છે’. હવે મોબાઈલ કંપનીએ આ નંબરને બંધ કરી દીધો છે..

No comments: