Saturday, May 8, 2010

જો તંત્ર સિદ્ધિ કરવી હોય તો.....

તંત્ર સાધનાના સમયે કેટલીયે બાબતોનું ધ્યાન રાખવું પડે છે, ત્યારે જ તેની ક્રિયાઓ સફળ થાય છે.



tantra siddhiતંત્ર પરાશક્તિ છે. જે કઠોર સાધનાથી પામી શકાય છે. કેટલાય લોકો લાંબા સમય સુધી તંત્ર સાધના કરે છે પણ સફળ નથી થતા. આવું શા માટે?



વાસ્તવમાં તંત્ર સાધનાના સમયે કેટલીયે બાબતોનું ધ્યાન રાખવું પડે છે, ત્યારે જ તેની ક્રિયાઓ સફળ થાય છે. જો આપણે તેનું ધ્યાન નહીં રાખીએ તો જેવા ફળની અપેક્ષા હશે તેવું ફલ નહીં મળે.
આટલી વાતોનું ધ્યાન રાખો-



- હંમેશા સત્ય બોલવાનો આગ્રહ રાખો.
- જે સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તેનો ઉપયોગ કોઇને નુકસાન પહોંચાડવા ન થવો જોઇએ.
- જે કાર્ય માટે સિદ્ધિ કરવામાં આવે તેનો ઉપયોગ તે જ કાર્ય માટે થવો જોઇએ.
- તેનો ઉપયોગ કોઇ અનુચિત લાભ મેળવવામાં ન કરવો.
- મનમાં કોઇ દુર્ભાવ કે દુષિત વિચાર ન લાવો.
- મનમાં કોઇ ભય ન રાખવો.
- સિદ્ધિનો પ્રચાર કરો.



પોતાની પૂજાના સ્થાન અને સમયની ગોપનિયતા જાળવી રાખો.



No comments: