Wednesday, May 19, 2010

કયાં માસમાં જન્મેલી સ્ત્રી કેવી?...

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્ત્રીઓનો સ્વભાવ તેમના જન્મનો મહિનો કયો છે તે ઉપરથી જાણી શકાય છે. અહીંયા અમે હિન્દુ માસ પ્રમાણે જન્મેલી સ્ત્રીઓના સ્વભાવની જાણકારી પ્રસ્તુત કરીએ છીએ.

Month wise nature of womenકારતક : કારતક માસમાં જન્મેલી સ્ત્રીઓ કુટિલ સ્વભાવવાળી, ચતુર, ક્રુર, અસત્ય વચની અને ધનવાન હોય છે.

માગશર : માગશરમાં જન્મેલી સ્ત્રીઓ પવિત્ર, મીઠું બોલનારી, દયાવાન, ધનવાન, કાર્યોમાં કુશળ અને રક્ષા કરનારી હોય છે.

પોષ : આ મહિનામાં જન્મેલી સ્ત્રી પુરુષો જેવો સ્વભાવ ધરાવે છે. આ માસમાં જન્મેલી સ્ત્રીઓ સમાજમાં ગર્વ ધરાવનારી, તેમજ ક્રોધી હોય છે.

મહા : મહા માસમાં જન્મેલી સ્ત્રીઓ પૈસાથી સુખી હોય છે, બુદ્ધિમાન હોય છે, સૌભાગ્યવાન હોય છે, સાથે-સાથે સત્ય વચની અને સંતાનના વિષયમાં સુખ મેળવનારી હોય છે.

ફાગણ : આ માસમાં જન્મેલી સ્ત્રીઓ સર્વગુણ સંપન્ન, ઐશ્વર્યવાન, સુખી અને ધાર્મિક હોય છે.

ચૈત્ર માસ : ચેત્ર માસમાં જન્મ લેનારી મહિલા વક્તા, હોશિયાર, ગુસ્સાવાળી, સારી આંખોવાળી, સુંદર રુપ-ગોરા રંગવાળી, ધનવાન, પુત્રવતી અને બધાજ સુખો મેળવનારી હોય છે.

વૈશાખ માસ : વૈશાખ માસમાં જન્મનારી સ્ત્રી શ્રેષ્ઠ પતિવ્રતા, કોમળ સ્વભાવાળી, સુંદર હૃદયી, મોટી આંખોવાળી, ધનવાન, ક્રોધી હોય છે.

જેઠ માસ : જેઠ માસમાં જન્મેલી સ્ત્રી બુદ્ધશાળી અને ધનવાન હોય છે. આવી સ્ત્રીઓ કાર્યમાં કુશળ અને પોતાના પતિની વહાલી હોય છે.

અષાઢ માસ : અષાઢ માસમાં જન્મેલી સ્ત્રી સરળ, પતિની વહાલી, ધનથી હીન, સંતાન મેળવનારી હોય છે.

શ્રાવણ માસ : શ્રાવણ માસમાં જન્મ લેતી સ્ત્રી પવિત્ર, શરીરથી વિશાળ, સુંદર, ધર્મયુક્ત, દયાળુ અને તમામ સુખો મેળવનારી હોય છે.

ભાદરવો : આ માસમાં જન્મ લેતી સ્ત્રી કોમળ, સુખી ઘરની, હંમેશા પ્રસન્ન રહેનારી, સુશીલ અને મીઠું બોલનારી હોય છે.

આસો : આસોમાં જન્મેલી સ્ત્રી સુખી, ધનવાન, શુદ્ધ હૃદય ધરાવતી, ગુણવાન, રુપવાન, કાર્યોમાં કુશળ અને કાર્યોમાં મગ્ન હોય છે.

No comments: