Saturday, May 15, 2010

ધ્યાનના છે અનેક ફાયદા...

ધ્યાનમાં ડૂબતા એક પળ પણ લાગી શકે છે અને વર્ષો પણ.



Benefits of Dhyan- ધ્યાન દ્વારા સહુથી મોટી વસ્તુ મળે છે સકારાત્મક વિચાર.
- જ્યારે આપણે અકાગ્ર થઇએ છીએ ત્યારે વધારે ઊર્જા સાથે લક્ષ્ય તરફ આગળ વધીએ છીએ. ધ્યાન આપણને તે જ દિશામાં લઇ જાય છે.
- કહેવાય છે કે ધ્યાન દ્વારા ઇચ્છિત વસ્તુ મળી શકે છે. સામાન્ય લોકો સાંસારિક વસ્તુઓની કામના કરે છે અને યોગી પરમાત્માની કામના કરે છે.
- ધ્યાન દ્વારા સામાન્યજનની કાર્યક્ષમતા અને સર્જનાત્મક શક્તિમાં વધારો થાય છે.
- સામાન્ય મનુષ્યને શાંતિની જરૂર હોય છે જ્યારે યોગીને પરમાત્માની. ધ્યાન બંનેની કામના પૂર્ણ કરે છે.
- ધ્યાનમાં ડૂબતા એક પળ પણ લાગી શકે છે અને વર્ષો પણ. પળવારમાં ધ્યાન ઉપલબ્ધ કરવું હોય અને શાંતિ મેળવવી હોય તો મનને જીતવું પડશે. તેના માટે સંકલ્પ કરવો જરૂરી છે.


No comments: