
તેમના મતે કેટલાંક દેશોમાં આ ઘાતક ફંગસ અંદાજે 80 ટકા સુધીનો પાક ખરાબ કરી દે છે. યૂજી99 નામની આ ભૂરા રંગની ફફૂંદ એક દાયકા પહેલાં પૂર્વી આફ્રિકામાં શોધવામાં આવી હતી. આ ઘઉંના ડૂંડા પર આક્રમણ કરી તેને ખોખલી કરી દે છે.
વૈજ્ઞાનિકોના મતે આ ફંગસનો મુકાબલો કરી શકનાર ઘઉંની કેટલીય પ્રકારની જાતો તૈયાર કરી છે પરંતુ આફ્રિકામાં જોવા મળેલ યૂજી99 ફંગસની આ નવી ઝેરીલી જાતની સામે કોઇનું પણ જોર ચાલતું નથી. સંશોધનકર્તાના મતે આ ઝેરીલી ફંગસ એક દિવસમાં અંદાજે 160 કિલોમીટનું અંતર કાપી શકે છે અને તેના લીધે તેને રોકવું મુશ્કેલ થઇ જાય છે.
બરબાદી
કેન્યામાં આ સમસ્યા એક મહામારી ની શકલ અખ્તિયાર કરી ચૂકી છે. ત્યાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘઉંની કેટલોય પાક 80 ટકા સુધીનો બરબાદ થઇ ચૂક્યો છે. ચિંતાની વાત એ છે કે નવી શોધ પ્રમાણે ઘઉં પર વાર કરવા માટે આ ખતરનાર ફંગસ સતત ફેલાતી જતી રહી છે.
અમેરિકાના કોર્નેલ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર રૉની કૉફમેન ઘઉં પર આવનાર બીમારીઓના નિષ્ણાત છે. તેમણે આ નવી ફંગસનું કારણ કહ્યું, 'છેલ્લાં ત્રીસ વર્ષોમાં ઘઉંની એવી જાતો તૈયાર કરવામાં આવી છે જે ઘાતક ફંગસ સામે લડી શકે. પરંતુ આ નવી જાતની ફંગસથી વિશ્વના 90 ટકા ઘઉ સમક્ષ ખતરો ઉભો થઇ શકે છે. ઘઉં વિશ્વમાં 30 ટકાથી પણ વધુ લોકોનો મુખ્ય ખોરાક છે અને તેના માટે આ એક મોટો ખતરો છે.'
શોધકર્તાઓનું કહેવું છે કે જો દુનિયાને આ ઘાતક પ્રકારની ફંગસથી જંગ જીતવી છે તો જેનેટિક એન્જિનિયરિંગને અપનાવવી પડશે. ઘઉં વિશ્વભરમાં ખાવાનું મુખ્ય સાધન છે.
No comments:
Post a Comment