Monday, May 3, 2010

...તો સરળ અને સુંદર બની જશે જીવન

પોતાના વચનથી પાક્કા બનો, વાતની કદર કરો-તેનું સન્માન કરો. શાંતિ માટે દુશ્મન પણ દુશ્મની ભૂલી સંધિ કરવા ઇચ્છે તો નમી જવું પ્રશંસનીય છે.



easier lifeમનુષ્ય જીવનને ઈશ્વરે દિલથી બનાવ્યું છે, તેને ભવસાગર કે કે દુખોનો દરિયો કહેવું મનુષ્યની કૃતઘ્નતા ગણાશે. જીવન કઇ રીતે વધારે સુંદર બને તે શીખવું હોય તો ચાલો કુરાને પાકની શીતળ છાયામાં -



જીવન પથ - કુરાનમાં એ સબક અને નસીહત છે કે માણસને શાંતિ સાથે પ્રગતિના પથ પર આગળ વધે.



સત્ય ઔર ન્યાય - કુરાન સત્ય અને ન્યાયને ધર્મના નિયમ ગણે છે. માટે ઇસ્લામના અનુયાયિઓએ તેમાં શ્રદ્ધા રાખવી જોઇએ.



દયા-કરુણા - જે લોકો નિર્ધન, અનાથ, અપંગ અને જરૂરિયાતવાળા લોકોની મદદ કરે છે અલ્લાહ તેમને પસંદ કરે છે.



વ્યવહાર- ઈમાનદારી અને પારદર્શિતા દરેક મનુષ્ય માટે આવશ્યક છે.



કૃતજ્ઞતા- અલ્લાહ(ઈશ્વર)ની કૃપા, ઉદારતા અને ક્ષમાને ક્યારેય ન ભૂલો.



સૃષ્ટિનું સન્માન- સંસારની દરેક વસ્તુ અને પ્રત્યેક જીવને અલ્લાહે બહુ મહત્વપૂર્ણ અને ઉપયોગી બનાવ્યા છે. કોઇને નષ્ટ કરવા કે નુકસાન પહોંચાડવું બિલકુલ ઉચિત નથી.



ઉદારતા- જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી લોકોને ક્ષમા કરો અને ક્રોધ પર નિયંત્રણ રાખો.



અધર્મ- કોઇનો હક કે સંપત્તિ મેળવવાની ઇચ્છા રાખવી અધર્મ અને ધૃણિત કાર્ય છે.



પ્રેમ- કુરાન કહે છે કે ધર્મમાં કોઇપણ પ્રકારનો બળ પ્રયોગ અનુચિત છે.



ઉદાર હૃદય- કુરાન કહે છે કે તે લોકોને ખોટા ન કહો જે કોઇ અન્યમાં માને છે.



વચનબદ્ધતા- પોતાના વચનથી પાક્કા બનો, વાતની કદર કરો-તેનું સન્માન કરો. શાંતિ માટે દુશ્મન પણ દુશ્મની ભૂલી સંધિ કરવા ઇચ્છે તો નમી જવું પ્રશંસનીય છે.




No comments: