પોતાની માતૃભૂમિ પ્રત્યેની પ્રેમ ભાવનાનો અર્થ છે જ્યાં આપણો જન્મ થયો છે તેની સાથે જોડાયેલા રહેવું.
દરેક વ્યક્તિ પોતાની માતૃભૂમિ પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે પણ આ સંબંધની ઊંડાઇને નથી સમજી શકતી. કેટલીયે વાર આપણે આ સંબંધને નિભાવવામાં કંઇક ચૂકી જઇએ છીએ. માતૃભૂમિ સાથેના આપણા સંબંધને સમજવા માટે આપણે પોતાની અંદર નિહાળવું પડશે, આપણે શું છીએ, આ ધરતીએ આપણને શું આપ્યું છે, આપણે તેને શું આપી રહ્યા છીએ, તે આપણા માટે શું સહન કરી રહી છે, આવી વાતોને જે દિવસે વિચારવા લાગશો, ત્યારથી આપ આપની માતૃભૂમિને સાચો પ્રેમ કરવા લાગશો.
દરેક મનુષ્યના બે જન્મ થયા છે એક શરીરના રુપમાં અને બીજો આત્માના રુપમાં. આપણે જન્મ આપનારી સ્ત્રીને મા કહીએ છીએ અને ધરતીના જે ખંડ પર જન્મ લીધો છે તેને માતૃભૂમિ કહીએ છીએ. પોતાના મૂળિયા સાથે ટકી રહેવું એ એક નૈતિક દાયિત્વ છે, મૂલ્ય છે. માટે જ થોડાઘણા વર્ષોમાં બધું જ બદલાઇ જાય છે, મૂલ્યો નથી બદલાતા. પોતાની માતૃભૂમિ પ્રત્યેની પ્રેમ ભાવનાનો અર્થ છે જ્યાં આપણો જન્મ થયો છે તેની સાથે જોડાયેલા રહેવું. આધ્યાત્મિક ભાષામાં કહીએ તો, આત્માના મૂળ સાથે જન્મ થયો છે તો આત્મા સાથે જોડાઇ રહેવું. પોતાની અંદર ઊતરો, પોતાની નજીક બેસવાનો પ્રયત્ન કરો. જે રીતે સમગ્ર દુનિયામાં ફર્યા બાદ પોતાની માતૃભૂમિ ન ભૂલી શકાય તે જ રીતે શરીરના આધારે ટકેલા સંસારમાં ફર્યા બાદ પોતાની આત્માને વિસ્મૃત ન કરો.
અમીર ખુસરોએ ફારસીમાં સિપિહર નાનના મસ્નવીમાં લખ્યું છે કે હિન્દુસ્તાન મારી માતૃભૂમિ છે માટે મને તેની સાથે અત્યંત લગાવ છે, હું તેને ચાહુ છું. હજરત પયગંબરે પણ ફરમાવ્યું છે કે દેશપ્રેમ ધાર્મિક નિષ્ઠાનું જ અંગ છે.
No comments:
Post a Comment