Monday, May 3, 2010

શરીરનાં સાત ચક્રોનો પ્રકાશ એટલે ઓરા...........

આપણા અંતર્મનની અંદર અંધકારને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરવાથી જ આઘ્યાત્મિક શક્તિ અથવા તો જે ધારેલ હોય તે મુજબ થતું હોય છે.



Aabhamandal - Aura of bodyઓરા શક્તિ એટલે શરીરનાં સાત ચક્રોનું બેલેન્સિંગ કરવું. આપણે આ શક્તિને આઘ્યાત્મિક શક્તિ કહીએ છીએ એટલે કે શરીરમાં તન, મન, વિચારોનું સંપૂર્ણ શુદ્ધિકરણ અને ત્યાગની ભાવના. જે પણ કરો કે વિચારો તેમાં ત્યાગની ભાવનાથી કાર્યોમાં જ્યોતિ લાવવી. ઓરા શક્તિને એટલે કે શરીરના સૂક્ષ્મ અંદરનાં સાત ચક્રોનો પ્રકાશ જેને આપણે પ્રભામંડળ પણ કહીએ છીએ. આપણા (માનવીના) શરીરને દરેક રીતે આંતરિક તેમજ બાહ્ય રીતે વહેંચવામાં આવે છે. હવે આપણું આ આભામંડળ એ એક ઘ્યાન, રેકી, હીલિંગ, યોગશક્તિ વગેરે જેવી શક્તિના ઉપયોગથી તે નિહાળી શકાય છે.



આ પ્રભામંડળને નરી આંખે જોઈ શકાતા નથી અમુક ચોક્કસ કેમેરાના ઉપયોગથી જોઇ શકાય છે. આ (આભામંડળ) ઓરા ચક્રથી માણસની પ્રાણશક્તિ, પ્રગતિ, સ્વભાવ, શુદ્ધતા, વિચારો, સંવેદના, ભૂત, ભવિષ્ય, વર્તમાન ચોક્કસ જોઈ શકાય છે. તેનાથી ભૂતકાળ ચોક્કસ આવતા વર્તમાન જણાય છે અને વર્તમાન ચોક્કસ આવતા ભવિષ્ય જોઈ શકાય છે. આપણા પોતાના શરીર અંદર તેમજ બાહ્ય થઈને સાત ચક્રોની આજુબાજુના પ્રકાશની મદદથી શરીરના તમામ રોગો પણ દૂર થઈ શકે છે. આ બધી જ વસ્તુ એક મેગ્નેટિક ફિલ્ડ છે. શરીર સાથે પાંચ તત્વો હવા, પાણી, પ્રકાશ, આકાશ, જમીન તત્વો સીધાં સંકળાયેલાં છે.



આપણા અંતર્મનની અંદર અંધકારને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરવાથી જ આઘ્યાત્મિક શક્તિ અથવા તો જે ધારેલ હોય તે મુજબ થતું હોય છે. જેમાં બોડીમાં પોઝિટિવ(†)અને નેગેટિવ(-)તેમ બે પ્રકારના ભાગમાં આપણું બોડી વહેંચાયેલું હોય છે. આઘ્યાત્મિક શક્તિ એ મન સાથે એટલે કે શરીરની ઇચ્છાશક્તિથી જ સર્વત્ર કાર્યો થઈ શકે છે. અઘોર સાધના તથા તપસ્યાથી જ ઈશ્વરની પ્રાપ્તિ થતી હોય છે. પોતાના શરીરમાં રહેલા ઓરા શક્તિ જાણવા માટેનો ઉપયોગ આપને અહીં દર્શાવું છું.



એક સફેદ દીવાલવાળો ઓરડો પસંદ કરવો અને આ ઓરડાની દીવાલોથી ચાર- પાંચ ફૂટના અંતરે એક અરીસો આપના કદ જેટલો મૂકો. અરીસાની સામે સફેદ કપડામાં આપ ઊભા રહો. થોડાક મનના વિચારોને કાબૂમાં રાખો. ઓમ્ શબ્દ મનમાં બોલવો. આ સમયે શુદ્ધ વિચારથી અને ઘ્યાનની મુદ્રા કરશો. તમારાં દેવ-દેવીને ઘ્યાનમાં લો. આ સમયે ઊડા ઊડા શ્વાસ લઈને છોડશો. તમારી એકાગ્રતામાં બધો જ સંગ્રહ સ્થિર કરવો. આ રીતે પૂર્ણ એકાગ્રતાથી ૧૫-૨૦ મિનિટ કરવાથી અને અમુક રોજિંદો પ્રયોગ કરવાથી આ પ્રયોગ સફળ થાય છે. હવે ૧૫થી ૨૦ મિનિટ આંખોને ત્રિનેત્રમાં સ્થિર કરશો. બેલેન્સ કરીને ઘ્યાન કરો.


No comments: