ઈશ્વરના સાચા ઉપાસક બનવા માટે તેના મિત્ર બનવું પડે છે. સાચો મિત્ર તે જ બની શકે છે, જે ઈશ્વરના ગુણ અનુસાર પોતાના વિચારો, વાણી અને ક્રિયાઓ બનાવે છે.
નપાપાસ: મનામહે - ન તો દુષ્કર્મી બનીને એ ઈશ્વરના ઉપાસક બની શકીએ છીએ. ન અરાયસ: - ન દાન આદિ કર્મોથી રહિત થઇને, ન જકહવ: - ન સેવા પરોપકાર આદિ શ્રેષ્ઠ કર્મોથી રહિત થઇને, યદ્ ઇત્ નુ - તેથી નિશ્ચયથી, ઈન્દ્રમ્ વૃષણમ્ – ઐશ્વર્યદાતા, સુખોની વર્ષા કરવાવાળા ઇન્દ્રને, સુતે સચા - યજ્ઞ આદિ ઉત્તમ કાર્યોથી જોડાઇને, સખાય - મિત્ર, કૃણ્વામૈહ - બનાવવા જોઇએ.
યથાર્થ જ્ઞાનના અભાવમાં શરીર, મન તથા વાણીથી ઇશ્વર, વેદ, શાસ્ત્ર, ઋષિઓની આજ્ઞાઓની વિરુદ્ધ દુષ્કર્મી બનીને આપણે ઈશ્વરભક્ત, બની શકતા નથી. ઈશ્વરના સાચા ઉપાસક બનવા માટે તો તેના મિત્ર બનવું પડે છે. સાચો મિત્ર તે જ બની શકે છે, જે ઈશ્વરના ગુણ અનુસાર પોતાના વિચારો, વાણી અને ક્રિયાઓ બનાવે છે.
આજે મોટા ભાગના ઈશ્વર-ઉપાસકોની સ્થિતિ આ છે કે તેઓ પ્રાત:કાળ થોડા સમય માટે કોઇ સ્થાન વિશેષમાં જઇ, કોઇ મૂર્તિ વિગ્રહ આદિની સામે ઉપસ્થિત રહી, હાથ જોડે છે, દીવો કરે છે, ફૂલ-પત્ર, પાણી, દૂધ, મીઠાઇ વગેરે પદાર્થો અર્પણ કરે, બે-ચાર મંત્ર, શ્લોકનું ઉરચારણ કરે છે, પરિસરની બહાર ૧-૨ ફેરા લગાવે છે અને તે ધાર્મિક પરિસરની બહાર નીકળીને એવું માને છે કે મેં ઈશ્વરની ઉપાસના કરી લીધી, પૂજા કરી લીધી, તેનું ઘ્યાન કરી લીધું અને ઘેર પાછા આવી, દુકાનમાં, ઓફિસમાં, વિદ્યાલયમાં, ન્યાયાલયમાં, કારખાનામાં જયાં તેઓ કામ કરે છે ત્યાં કોઇ પણ ખચકાટ વિના તેઓ જૂઠું બોલે છે, મિલાવટ કરે છે, હેરાફેરી કરે છે, છળ-કપટ કરે છે, રિશ્વત લે છે. એટલું જ નહીં જુગાર, ચોરી, બળાત્કાર, હત્યાઓ, શોષણ કરતા રહી બીજા પણ અનેક સમાજ, રાષ્ટ્રઘાતી નીચ કુકર્મોને કરવા છતાં પોતાને ઈશ્વરભક્ત માને છે.
આ મંત્રમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્યો ઉપર કહેલાં પાપયુકત કર્મોકરે છે અથવા સેવા, પરોપકાર આદિથી રહિત છે, માત્ર પોતાની જ સુખ-સુવિદ્યાઓને વધારવામાં, ભોગવવામાં રચ્યાપચ્યા રહે છે અને જેઓ અગ્નિહોત્ર આદિ સામાજિક, સર્વહિતકારી કાર્યોથી રહિત છે તેઓ પણ ઈશ્વરના ભક્ત નથી હોઇ શકતા. ઋષિઓએ પોતાના ગ્રંથોમાં સંકેત કરેલ છે તેના અનુસાર બધાં જ કર્મોને કરવા પડે છે. દુનિયા ચાલે તેમ ચાલવાવાળા અને પોતાને મન ફાવે તેમ કર્મોને કરવાવાળા વ્યક્તિ ઈશ્વરના મિત્ર બની શકતા નથી, પરંતુ જે ઈશ્વરે કહ્યું છે તેવા જ પ્રામાણિક થઇ કર્મ કરવાવાળા વ્યક્તિ ઈશ્વરભક્ત બને છે.
જે વ્યક્તિ આઘ્યાત્મિક અજ્ઞાનથી ઘેરાયેલ છે. જેના મન, બુદ્ધિ, આત્મા વગેરે હિંસા, સ્વાર્થ, જૂઠ, છળ-કપટ, પ્રમાદ આદિ અશુભ કર્મોથી જોડાયેલાં છે અને જે યજ્ઞ, દાન, સેવા, પરોપકાર વગેરે શુભ કર્મોથી રહિત છે તેવી વ્યક્તિઓ કદી પણ ઈશ્વરીય અલૌકિક આનંદ, શાંતિ, નિર્ભીક્તો વગેરેને પ્રાપ્ત કરી શકતા નથી. હવે અમે સર્વથી આપને અનુકૂળ જ ચાલીશું. અમે સદા આદર્શ, વૈદિક, દિનચર્યાનું પાલન કરીશું. બ્રાહ્મ મુહૂર્તમાં જાગરણ, ભ્રમણ, વ્યાયામ કરીશું, સ્નાન આદિ કરીને આપનું ઘ્યાન કરીશું, યજ્ઞ કરીશું, વેદપાઠ કરીશું, શાસ્ત્રોના સ્વાઘ્યાય કરીશું, સંન્યાસી, વિદ્વાન, બ્રાહ્મણ, સામાજિક કાર્યકર્તાઓને દાન કરીશું, સાત્વિક ભોજન કરીશું.
ન કેવળ પરિવારના સભ્યોની સાથે પરંતુ દરેક વ્યક્તિઓનાં કલ્યાણને માટે તન-મન-ધનનો સહયોગ આપી તેઓને ઉન્નત બનાવીશું. હે ઇન્દ્ર! અમને સાચું માનસિક, આત્મિક ઐશ્વર્ય પ્રદાન કરી સુખ-શાંતિ-નિર્ભીકતા બની રહે, એવી અમારી સ્થિતિ બનાવો. પ્રભુદેવ! આજ આશાની સાથે આપની શરણમાં આવ્યાં છીએ.
No comments:
Post a Comment