Monday, May 3, 2010

કન્યાના લગ્ન સમયસર કેવી રીતે શક્ય બને?..

ગુરુ જો સાતમે સ્થાને હોય કે પછી તેની દ્રષ્ટિ સાતમા સ્થાને પડતી હોય તો વિવાહમાં વિલંબ થાય છે. આ સિવાય જો જન્મપત્રિકામાં મંગળ કે શનિ હોય તો પણ લગ્નમાં મોડું થઇ શકે છે.

shiv poojaઆપણે ત્યાં કન્યાના લગ્ન સમયસર થઇ જાય તે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ખાસ કરીને કન્યાના માતા-પિતાને આ વાતની ચિંતા વિશેષ હોય છે. યોગ્ય સમયે લગ્ન થાય તો તે સરળતાથી પોતાની સાસરીના લોકો સાથે હળીમળી શકે છે, સાથે જ સંતાન પ્રાપ્તિ પણ યોગ્ય સમયે થઇ શકે છે.

શુક્ર ગ્રહ વિવાહ કર્તા ગ્રહ છે. જો કન્યાનો શુક્ર બળવાન, સ્વગ્રાહી કે ઉચ્ચ હોય તો તેના લગ્ન સમયસર થઇ જાય છે. શુક્રની મહાદશામાં પણ વિવાહ કારક યોગ બને છે. ગુરુ જો સાતમે સ્થાને હોય કે પછી તેની દ્રષ્ટિ સાતમા સ્થાને પડતી હોય તો વિવાહમાં વિલંબ થાય છે. આ સિવાય જો જન્મપત્રિકામાં મંગળ કે શનિ હોય તો પણ લગ્નમાં મોડું થઇ શકે છે.

ઉપાય- રવિવાર, સોમવાર, મંગળવારે પાન અને સોપારી દ્વારા શિવલિંગની પૂજા કરવી અને પાણી ચઢાવવું.- દરરોજ પાર્વતી માતાનું પૂજન કરવું.- ગુરુવારનું વ્રત રાખવું.- પુખરાજ રત્ન ધારણ કરવું .

No comments: