
Monday, May 3, 2010
શું આપ ભાગ્યથી પરેશાન છો ?........
જ્યારે કર્મ કરો ત્યારે એવી રીતે કરો જાણે બધું જ તમારા કર્મોથી જ થવાનું છે. અને જ્યારે ઈશ્વરની સમીપ જાવ ત્યારે એવું વિચારો કે તેની મરજી વગર ઝાડનું એક પાન પણ હલતું નથી.
જીવનમાં આવતી મુશ્કેલીઓ ભલભલા કર્મવાદી વક્તાઓને પણ મૌન ઘારણ કરવા મજબૂર કરી દે છે. બીજી બાજુ ભાગ્યના ભરોસે રોટલા તોડવા વાળાઓના પણ એવા હાલ થયા છે કે ખીસ્સા ખાલી થવાને કારણે તેમને પણ જાણે કે વાડકો લઇને માંગવાનો વારો આવ્યો છે. માટે સમજદારી એ જ છે કે હોશિયાર માણસે પોતાના મુખ પર આંગળી રાખીને કામ કરતા રહેવું. કર્મવાદ અને ભાગ્યવાદના ચક્કરમાં પડ્યા વગર પોતાના કાર્યમાં રચ્યા-પચ્યા રહેવું. પ્રજાવાદી બનીને રહેવું. પ્રજાવાદી બનીને રહેવા માટેનો ઉત્તમ ફંડા છે જ્યારે કર્મ કરો ત્યારે એવી રીતે કરો જાણે બધું જ તમારા કર્મોથી જ થવાનું છે. અને જ્યારે ઈશ્વરની સમીપ જાવ ત્યારે એવું વિચારો કે તેની મરજી વગર ઝાડનું એક પાન પણ હલતું નથી.

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment