અનુભવ સિદ્ધ છે કે જ્યાં મનુષ્યના પ્રયાસો સફળ નથી થતા ત્યાં કેટલીક પવિત્ર આત્માઓનો આશીર્વાદ અથવા કોઇ તંત્ર-મંત્ર ચમત્કાર કરી બતાવે છે.
કોઇ નથી ઇચ્છતું કે દુનિયામાં તેમનું કોઇ દુશ્મન બને. સ્વાભાવિક છે કે કોઇ નહીં ઇચ્છે કે તેમની અનુપસ્થિતિમાં કોઇ તેમની નિંદા કરે કે તેમની વિરુદ્ધ કોઇ ષડયંત્ર રચે. પણ લાખ ઇચ્છીને પણ કોઇ અજાતશત્રુ કે દુશ્મની રહિત જીવન નથી મેળવી શકતું. ત્યાં સુધી કે આપની સફળતા પણ આપના અનેક શત્રુ ઊભા કરી દે છે. આવામાં મનુષ્યની માનસિક શાંતિ હણાઇ જાય છે. અનિચ્છાએ પણ સ્વજનોનો અને પારકાઓનો વિરોધ સહન કરવો પડે છે.
અનુભવ સિદ્ધ છે કે જ્યાં મનુષ્યના પ્રયાસો સફળ નથી થતા ત્યાં કેટલીક પવિત્ર આત્માઓનો આશીર્વાદ અથવા કોઇ તંત્ર-મંત્ર ચમત્કાર કરી બતાવે છે. આપના વિરોધીઓ, શત્રુઓને શાંત કરવા, પોતાને અનુકૂળ બનાવવા કે પોતાના વશમાં કરવા માટે નીચેના મંત્રનો જાપ કરો, આશ્વર્યજનક પ્રભાવ જોવા મળશે.
મંત્ર- નૃસિંહાય વિદ્મહે, વજ્ર નખાય ધી મહી તન્નો નૃસિહં પ્રચોદયાત્ ||
સૂર્યોદય પહેલા શાંત અને એકાંત સ્થાન પર રહીને મંત્રનો જાપ કરશો તો સફળતા શીઘ્ર પ્રાપ્ત થશે.
No comments:
Post a Comment