
આમ તો આ થોડુંક અઘરું કાર્ય છે, દરેક માટે ક્રોધ પર કાબુ મેળવવો શક્ય નથી હોતુ અને જે પોતાના ક્રોધ પર કાબુ મળવી લે છે તેનું જીવન એક નવા સ્થાન પર પહોંચી જાય છે. માન, સન્માન, ઇજ્જત, માનસિક શાંતિ, ખુશી તેને મળવા લાગે છે. શ્રીકૃષ્ણએ અર્જુનને ક્રોધ વિશે કહ્યું હતું કે ક્રોધ અવિવેક અને મોહનો જન્મદાતા છે. મોહ અને અવિવેકને કારણે આપણી વિચારવાની અને સમજવાની ક્ષમતા નષ્ટ થઇ જાય છે. પરિણામરૂપે આપણે માન-સન્માન અને યશ-પ્રતિષ્ઠા ગુમાવવા પડે છે. માટે, યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે ક્રોધ પર વિજય મેળવવો અનિ મહત્વપૂર્ણ છે.
શ્રીકૃષ્ણની આ વાત આજે આપણા જીવનમાં પણ લાગુ પાડવા લાયક છે. આપણી જિંદગીમાં ક્રોધ એટલી સરળતાથી આપણા પર હાવી થઇ જાય છે કે આપણએ કંઇ સમજી જ નથી શકતા અને મુશ્કેલીઓને આમંત્રણ આપી બેસીએ છીએ. ક્રોધ પર એકવાર નિયંત્રણ કરતા શીખી લો, પછી જીવન કેટલું સરળ અને શાંતિદાયક બની જશે તેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય!
No comments:
Post a Comment