રક્તાંબર,કાપાલિક તથા અજીબો ગરીબ વેશ-ભૂષા વાળા લોકોને જોઈને લોકોની બુદ્ધિ મોહિત થઈ જાય છે કારણ કે આ નાસ્તિક મત દેખાવમાં સુંદર છે અને ઘણી ચતુરાઈથી તેઓ પોતાના પક્ષનું સમર્થન કરે છે. ઈન્દ્રે પાપના આ વેશને પાખંડ સ્વરૂપે ધારણ કર્યો. માટે તે પાખંડ તરીકે ઓળખાયો.
તંત્ર-મંત્રના નામે થનારી ઠગાઈને લઈને ભારતીય સંતોએ પહેલેથી ચેતવણી આપી છે. તંત્ર કે તાંત્રિક કોઈ ધર્મ નથી. કેવળ ધર્મના અંગ માત્ર છે. તંત્ર મંત્રમાં ક્યારેક કે પરિસ્થિતિ વશ સફળતા પ્રાપ્ત થાય છે, પરંતુ તેનાથી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. આપણા ધર્મ ગ્રંથો તંત્ર અને તાંત્રિકોથી દૂર રહેવાની સલાહ આપે છે.
શ્રીમદ્ ભાગવતમાં પણ આવો જ એક પ્રસંગ આવે છે. શ્રીમદ્ ભાગવતના ચતુર્થ સ્કંધમાં મહારાજા પૃથુનું ચરિત્ર આવે છે. મહારાજા પૃથુએ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે 100 અશ્વમેઘ યજ્ઞ કરવાનું પ્રણ કર્યું હતું. ઈન્દ્રએ વિચાર્યું કે પૃથુ સો અશ્વમેઘ યજ્ઞ કરીને તેમની બરાબરી કરી લેશે. માટે તેમણે યજ્ઞમાં વિઘ્ન નાખવાના ઈરાદાથી પાખંડ કરીને વેશ પલટો કર્યો, જે અધર્મમાં ર્મનો ભ્રમ ઉત્પન્ન કરનારો હતો. મસ્તક પર જટાઝૂંડ અને શરીર પર ભષ્મ ધારણ કરીને તે યજ્ઞમાંથી યજ્ઞ અશ્વનું હરણ કરી ગયા.
પૃથુના પુત્રએ ઈન્દ્ર પાસેથી અશ્વ છોડાવીને તેને પાછો લાવીને પૂજન શરૂ કર્યું અને ઈન્દ્રએ હાથમાં ખોપરી અને ખટ્વાંગ ધારણ કરીને અશ્વને ચોરી લીધો. પૃથુના પુત્રએ ફરીથી અશ્વની રક્ષા કરી. પૃથુ ઈન્દ્રને તેમના કાર્ય માટે સજા આપવા માંગતા હતા. પરંતુ ઋષિ અત્રિએ તેમને રોક્યા હતા. ત્યારથી ઈન્દ્રના આ નિંદાપાત્ર વેશોને મંદબુદ્ધિ વાળા લોકોએ ગ્રહણ કર્યું છે.
નગ્ન, રક્તાંબર,કાપાલિક તથા અજીબો ગરીબ વેશ-ભૂષા વાળા લોકોને જોઈને લોકોની બુદ્ધિ મોહિત થઈ જાય છે કારણ કે આ નાસ્તિક મત દેખાવમાં સુંદર છે અને ઘણી ચતુરાઈથી તેઓ પોતાના પક્ષનું સમર્થન કરે છે. ઈન્દ્રે પાપના આ વેશને પાખંડ સ્વરૂપે ધારણ કર્યો. માટે તે પાખંડ તરીકે ઓળખાયો.
ભાગવતમાં એક શ્ર્લોક છે કે... ધર્મ ઇત્યુપધર્મેષુ નગ્નરક્તપટાદિષુ. પ્રાયેણ સજ્જતે ભ્રાન્ત્યા પેશલેષુ ચ વાગ્મિષુ(શ્રીમદ્ ભાગવત્) તાંત્રિક કાપાલિક વગેરે બાબાઓના ધોખામાં ન આવો. આ આપણને ભાગવત શીખવાડે છે. વાસ્તવમાં તે ઉપધર્મ માત્ર છે. લોકો ભ્રમવશ ધર્મ માનીને મા આશક્ત બની જાય છે અને આર્થિક, માનસિક, શારીરિક રૂપે શોષણનો શિકાર બને છે.
No comments:
Post a Comment