ભીષ્મએ તેમના ચારિત્ર થકી આપણને જણાવ્યું કે મનુષ્ય છુપાયેલો પરમાત્મા છે. એક રીતે મનુષ્ય પરમાત્માનું જ બીજ છે. પરમાત્મા ખીલેલો પરમાત્મા છે અને મનુષ્ય અડધો ખીલેલો પરમાત્મા છે
સંસારનો નિયમ કહો કે માનવ સ્વભાવ, દરેક સુખમાં જ દુખ, દર્દ અને પીડા શોધવા જાણે કે આપણા વ્યક્તિત્વનો ભાગ બની ગયો છે. આપણે એકદમ ખુશ હોઇએ ત્યારે પણ ભૂતકાળના દુખોને યાદ કરીને દુખી થઇ જઇએ છીએ કે પછી ભવિષ્યની પીડાઓની કલ્પનામાં સરી પડીએ છીએ. વર્તમાનમાં રહો, ભીતરના આધ્યાત્મને જગાડો, ક્યારેક-ક્યારેક પીડામાંથી પણ સુખ મળે છે. દરેક જગ્યાએ સુખની શોધ આદરો. કોઇ પણ વ્યક્તિ દુખ નથી ઇચ્છતી માટે સુખની પાછળ ભાગે છે. દુખ મળે છે ત્યારે પીડા થાય છે પણ સુખ મળતા મનની શાંતિ મળે તે જરુરી નથી. સુખની પણ પોતાની પીડા હોય છે અને આધ્યાત્મ સમજાવે છે કે પીડામાં પણ સુખ હોય છે. આવો, મહાભારતના એક પાત્રની મુલાકાત કરીએ, જેનું નામ છે ભીષ્મ.
તેમનું સમગ્ર જીવન સુખની પીડા અને પીડાના સુખની વચ્ચે જ વિત્યું. બંને સ્થિતિમાં આ વ્યક્તિત્વએ ભગવાનની ભક્તિ છોડી નહીં. ઉપરથી ભીષ્મ જેટલા સાંસારિક દેખાય તેટલા જ અંદરથી આધ્યાત્મિક હતા. તેઓ રાજગાદી સાથે જોડાયેલા નજરે ચડતા હતા પણ તેમની દ્રષ્ટિ પરમ્ પદ પર ટકેલી હતી. સ્વયં રાજા હતા, કેટલાય રાજાઓને બનાવવામાં અને બગાડવામાં તેમનો મહત્વનો ફાળો હતો. તેઓ જાણતા હતા કે ‘વો એક શખ્શ જો તુજસે પહલે તખ્ત નશીં થા ઉસકો ભી અપને ખુદા હોને કા ઉતના હી યકીં થા’ ન તો રાજાશાહી રહે છે કે ન તો તાજ, મોટા-મોટા રાજા સામાન્ય મનુષ્યની જેમ દુનિયામાંથી ચાલ્યા જાય છે. ભીષ્મ પાસે દરેક સુખ હતું પણ એટલી જ પીડા પણ હતી.
તેઓ દુર્યોધનને નિયંત્રણમાં રાખી ન શક્યા. કુરુવંશની નવી પેઢી તેમની જ નજર સામે અમર્યાદિત બની ગઇ. આ સુખની પીડા છે. આમાંથી જ તેમણે પીડાનું સુખ અનુભવ્યું. ભીષ્મએ તેમના ચારિત્ર થકી આપણને જણાવ્યું કે મનુષ્ય છુપાયેલો પરમાત્મા છે. એક રીતે મનુષ્ય પરમાત્માનું જ બીજ છે. પરમાત્મા ખીલેલો પરમાત્મા છે અને મનુષ્ય અડધો ખીલેલો પરમાત્મા છે, દરેકની અંદર પરમાત્મા તો છે જ. ‘હું’ને દૂર કરો તો ઈશ્વર પ્રગટ થઇ જશે. તેમણે સુખની પીડા વેઠી હતી. જ્યારે અંતિમ સમયે તેઓ શરશૈયા પર હતા ત્યારે તેમના મૃત્યુની સાક્ષી માટે શ્રીકૃષ્ણ સ્વયં ઉપસ્થિત થયા હતા. આ પીડાનું સુખ હતું. ઇચ્છીએ તો આપણે પણ આ સુખનો આનંદ લઇ શકીએ છીએ.
No comments:
Post a Comment