મંત્ર વિજ્ઞાનના ક્ષેત્રમાં દુનિયાભરમાં આજ સુધી જેટલા પણ મંત્ર શોધવામાં આવ્યા છે કે બનાવવામાં આવ્યા છે તેમાં ગાયત્રી મંત્રને સર્વોચ્ચ શક્તિશાળી એને સર્વ સમર્થ મંત્રનો દરજ્જો પ્રાપ્ત થયો છે.
જે મનના તંત્ર પર અધિકાર રાખે છે, તે જ મંત્ર છે. મનનું તંત્ર એટલે કે મનની સિસ્ટમ. મંત્ર એક એવું રીમોટ કંટ્રોલ છે કે જે મન અને તેની અપ્રત્યાશિ શક્તિઓને ન કેવળ નિયંત્રિત કરે છે પણ પોતાની સુવિધા અનુસાર સંચાલિત પણ કરી શકે છે. ધ્વનિ વિજ્ઞાન જ મંત્રનો આધાર છે. ધ્વનિની અદભૂત શક્તિની સાથે, સાધકોનું મનોબળ અને એકાગ્રતાની શક્તિ મળીને એક એવી અજેય શક્તિ બની જાય છે કે જેના માટે કંઇ પણ અસંભવ નથી રહેતું. આ અજેય શક્તિને સાધક જ્યારે કોઇ નિર્ધારિત લક્ષ્ય પર પ્રેષિત કરે છે તો વિધિનું ગુપ્ત વિધાન તેને અનુરૂપ બની જાય છે.
એક નવી દુનિયા- મંત્ર વિજ્ઞાનના ક્ષેત્રમાં દુનિયાભરમાં આજ સુધી જેટલા પણ મંત્ર શોધવામાં આવ્યા છે કે બનાવવામાં આવ્યા છે તેમાં ગાયત્રી મંત્રને સર્વોચ્ચ શક્તિશાળી એને સર્વ સમર્થ મંત્રનો દરજ્જો પ્રાપ્ત થયો છે. બ્રહ્મઋષિ વિશ્વામિત્રે એક નવીન સૃષ્ટિ રચવાનો જે અભિનવ ચમત્કાર કર્યો હતો, તે આ ગાયત્રી મંત્ર દ્વારા પ્રાપ્ય શક્તિના આધાર ઉપર કર્યો હતો. આ તો એક ઉદાહરણમાત્ર છે, આવા અનેક ચમત્કારો ગાયત્રી મંત્રના બળ ઉપર થઇ ચૂક્યા છે. વેદ, ઉપનિષદ, પુરાણ આદિ તમામ ગ્રંથ ગાયત્રી મંત્રના અદભૂત અને આશ્વર્યજનક ચમત્કારોથી ભરેલા છે. આજે પણ જો કોઇ સંપૂર્ણ વિધિ-વિધાન દ્વારા ગાયત્રી મંત્રની સાધના કરે તો લક્ષ્ય કોઇ પણ હોય, ભૌતિક કે આધ્યાત્મિક દરેક હાલમાં તે પ્રાપ્ત કરી શકાય છે.
No comments:
Post a Comment