મહાભારત યુદ્ધના અસલી લીડર શ્રીકૃષ્ણ હતા. તેમણે પોતાના જ્ઞાનનો પરિચય અર્જુનને ગીતા સંભળાવીને આપ્યો હતો.
કોર્પોરેટ સંસ્થાનોમાં લીડરશીપ માટે મોટા-મોટા પગાર આપીને લોકોને રાખવામાં આવે છે. કેટલાક ટીમ લીડર એવા હોય છે જેમનો પાયો જ ખોખલો હોય છે, તેઓ જો ભાગ્યના જોરે કોઇ વસ્તુ પ્રાપ્ત કરી લે તો પોતાની અજ્ઞાનતાને કારણે તેને ખોઇ બેસે છે. અસલી લીડર તે હોય છે જેની પાસે જ્ઞાન પણ હોય. આવી વ્યક્તિ માત્ર સંસ્થાનું ભલું જ નથી કરતી, પોતાના સાનિધ્યમાં તે પોતાના જેવા અનેક લીડરો ઊભા કરી શકે છે.
મહાભારત યુદ્ધના અસલી લીડર શ્રીકૃષ્ણ હતા. તેમણે પોતાના જ્ઞાનનો પરિચય અર્જુનને ગીતા સંભળાવીને આપ્યો હતો. શરુઆતમાં જ સાબિત કર્યુ કે જ્ઞાન વગર કોઇ લીડર બની શકતું નથી. તેમણે જણાવ્યું કે તેમનું જ્ઞાન ગીતાનું જ્ઞાન છે, સંપૂર્ણ જીવન માટેનું સાચું જ્ઞાન. સમગ્ર યુદ્ધની યોજના, ક્રિયાન્વયન અને પરિણામમાં ગીતા જ અપનાવવામાં આવી. અર્જુનને નિમિત બનાવી શ્રીકૃષ્ણે સમગ્ર માનવસમાજના કલ્યાણ માટે ઉપદેશ આપ્યો. ગીતામાં તે વ્યક્ત થયું કે કોઇપણ પરિસ્થિતિ આવે, તેનો માત્ર સદ્ઉપગોય કરવો જોઇએ. 18 અધ્યાયોમાં શ્રીકૃષ્ણએ જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી સિદ્ધાંતોની વ્યાખ્યા આપી. યુદ્ધના મેદાનમાંથી ગીતા દ્વારા એક મહત્વપૂર્ણ સિદ્ધાંત અપાયો-નિષ્કામ કર્મયોગનો સિદ્ધાંત.
નિષ્કામ હોય તો સફળ થયા બાદ અહંકાર નહીં આવે અને અસફળ થવાથી દુખ નહીં થાય. નિષ્કામતાનો અર્થ છે કર્મ કરતી વખતે કર્તાભાવનો અભાવ. જે ક્રિયામાં ‘હું’ શૂન્ય હોય તે નિષ્કામ છે. મહાભારતના કુલ 18 અધ્યાય છે. તેમાં પણ અનેક ઉપપર્વ(ઉપ અધ્યાય) છે. આવા જ એક ઉપપર્વ ભીષ્મપર્વ અંતર્ગત 13માં અધ્યાયથી 42માં અધ્યાય સુધી ગીતાનું વર્ણન છે.
સંપૂર્ણ મહાભારતમાં ગીતાની પોતાની અલગ ચમક છે. એ પ્રકારે જીવનમાં, વ્યક્તિત્વમાં ‘જ્ઞાન’નું પોતાનું મહત્વ છે. શ્રીકૃષ્ણએ પાંડવોને દરેક સંકટમાંથી ઉગાર્યા અને પોતાના જ્ઞાનના બળ પર સત્યના વિજયના પક્ષમાં પોતાની ભૂમિકા ભજવી. કૌરવોના પક્ષમાં એક-એકથી ચડિયાતા યોદ્ધા હતા. જેમાં ભીષ્મ તો સર્વશ્રેષ્ઠ હતા. કર્ણ હોય કે દ્રૌણ બધા જ એ વાત સાથે સહમત હતા કે શ્રીકૃષ્ણના જ્ઞાન આગળ કોઇ કંઇ નથી. યુદ્ધમાં શસ્ત્ર ન ઉઠાવવાનો નિર્ણય શ્રીકૃષ્ણ લઇ ચૂક્યા હતા, માટે વીરતાના પ્રદર્શનનો તો કોઇ પ્રશ્ન જ ન હતો. આવામાં શ્રીકૃષ્ણનું પરાક્રમ તેમના જ્ઞાન પર આધારિત હતું અને દરેક તેમની બુદ્ધિ-કૌશલ્ય આગળ નતમસ્તક હતા. ગીતા તેનું જ પ્રમાણ છે
No comments:
Post a Comment