Monday, May 3, 2010

નવગ્રહ સંબંધિત રોગ અને રોગ નિવારણ મંત્ર..........

જન્મકુંડળીમાં બુધ મીન રાશિમાં હોય અગર મંગળ-રાહુ - શનિ સાથે હોય ત્યારે બુધ ત્રણેય દોષ ઉત્પન્ન કરે છે. બુધના દોષથી માનસિક રોગ, બુદ્ધિવિકાર, ગાંડપણ, ત્વચા રોગ, ખૂજલી, ખરજવું, ટાઇફોઇડ, કોઢ, સફેદ દાગ, ન્યુમોનિયા, મગજનો તાવના રોગ કરે છે. બુધને રીઝવવા બુધના મંત્ર-જાપ રોજ કરવા...

mantraમાનવ જીવન પર નવગ્રહોની સારી-નરસી અસરો પંચતત્ત્વો અને ત્રણ પ્રકૃતિનો (કફ-વાયુ-પિત્ત) દોષ ઊભો કરે છે. આ લેખમાં આપણે વિચારીએ કે કયો ગ્રહ જન્મકુંડળીમાં નિર્બળ હોય તો કયો રોગ કરે અને તે સંબંધિત થતા રોગનું નિવારણ કયો મંત્ર કરી શકે.

જન્મકુંડળીમાં સૂર્ય તુલા, કુંભ રાશિમાં હોય અથવા સૂર્ય શનિની દૂષિત અસરોમાં હોય તો તાવ, વાઇ, માથાનો દુખાવો, આંખો અને હૃદયની તકલીફો, પિત્તપ્રકોપ, ક્ષય થાય છે. આનાથી બચવા રોજ સવારે સૂર્યને જળ ચઢાવવું અને ‘ૐ નમો ભગવતે સૂર્યાય નમ:’ ની માળા રોજ કરવી.

ચંદ્રમા ભેજવાળો ઠંડો ગ્રહ છે. ચંદ્ર જન્મકુંડળીમાં નિર્બળ બને કે વૃશ્વિક, મકર રાશિમાં હોય અગર ચંદ્ર રાહુ-શનિ સાથે હોય તો જાતકને શરદી, ન્યુમોનિયા, ટાઢિયો તાવ, રક્ત અલ્પતા, રકતવિકાર, પીળિયો, પાણીજન્ય રોગ થાય છે. નીચેના મંત્રથી રાહત મળે છે.

હ્રીઁ દધિશંખ તુષારાભમ્ ક્ષિરોદાર્ણવ સંભવમ્

નમામી શશિનમ્ સોમમ્ શંભોરમૂકૂટ ભૂષણમ્ જન્મકુંડળીમાં મંગળ દૂષિત થાય ત્યારે પિત્તના દોષ ઉત્પન્ન કરે છે. પિત્તના કારણે તાવ, એસિડિટી, લોહીનું ઊંચું દબાણ, હિમોગ્લોબીનની ઊણપ ઉદભવે છે. મંગળ બગડે ત્યારે અંગ ભંગ, અકસ્માત, ઓપરેશન, અગ્નિનો ભય અને ઝેરથી મૃત્યુ ઉપરાંત શસ્ત્રનો ભય રહે છે. મંગળને રીઝવવા નીચેનો મંત્ર નિયમિત કરવો.

હ્રીઁ ધરણી ગર્ભ સંભૂતમ્ વિધુતકાંતિ સમપ્રભમ્કુમારમ્ શક્તિ હસ્તમ્ તમ્ મંગલમ્ પ્રણમામ્યહમ્

જન્મકુંડળીમાં બુધ મીન રાશિમાં હોય અગર મંગળ-રાહુ - શનિ સાથે હોય ત્યારે બુધ ત્રણેય દોષ ઉત્પન્ન કરે છે. બુધના દોષથી માનસિક રોગ, બુદ્ધિવિકાર, ગાંડપણ, ત્વચા રોગ, ખૂજલી, ખરજવું, ટાઇફોઇડ, કોઢ, સફેદ દાગ, ન્યુમોનિયા, મગજનો તાવના રોગ કરે છે. બુધને રીઝવવા બુધના મંત્ર-જાપ રોજ કરવા.

હ્રીઁ પ્રિયંગુ કલિકા શ્યામમ્ રૂપેણા પ્રતિમમ્ બુધમ્ સૌમ્યમ્ સૌમ્ય ગુણોપેતમ્ તમ્ બુધમ્ પ્રણમામ્યહમ્

ગુરુ નિર્બળ હોય તો કફપ્રધાન રોગ, મધુમેહ, માનસિક અસ્થિરતા, શરીર પર બિનજરૂરી ચરબી, જ્ઞાનની અલ્પતા વગેરે પરિસ્થિતિનું જીવનમાં નિર્માણ કરે છે. જન્મકુંડળીમાં ગુરુ, રાહુ, કેતુ સાથે હોય અગર કન્યા, મિથુન, વૃષભ, તુલા રાશિમાં હોય ત્યારે ગુરુનો મંત્ર નિયમિત કરવો.

હ્રીઁ દેવાનાંચ્ ઋષીણાચ્ ગુરુમ્ કાંચનસંનિભમ્ બુદ્ધિભુતમ્ ત્રિલોકેશમ્ તમ્ નમામી બૃહસ્પતિમ્

જન્મકુંડળીમાં શુક્ર વાયુ અને કફ એમ બંનેના દોષ કરે છે. જન્મકુંડળીમાં શુક્ર મેષ-વૃશ્વિક રાશિમાં હોય અગર શનિ-રાહુ સાથે હોય ત્યારે બહેરાશ, ગુપ્તાંગોના રોગ, પથરી, ડાયાબિટીસ, ગિઠયા વા કરે છે. શુક્રને બળવાન બનાવવા નીચેનો મંત્ર કરવો.

હ્રીઁ હીમકુન્દ મૃણાલાભમ્ દૈત્યાનામ્ પરમ્ગુરુમ્સર્વશાસ્ત્ર પ્રવકતારમ્ ભાર્ગવમ્ પ્રણમામ્યહમ્

શનિ વાયુપ્રધાન ગ્રહ છે. જન્મકુંડળીમાં શનિ દૂષિત થાય ત્યારે સાંધાના દુખાવા, ગેસ, નસોની બીમારી, પગમાં પીડા અને કષ્ટદાયક વ્યાધિ ઉત્પન્ન કરે છે. શનિની પીડામાં મુક્તિ મેળવવા આ મંત્રની નિયમિત માળા કરવી.

હ્રીઁ નિલાંજન સમાભાસમ્ રવિપુત્રમ્ યમાગ્રજમ છાયા માર્તન્ડ સંભૂતમ્ તમ નમામિ શનૈશ્ચરમ્

રાહુ-કેતુ જન્મકુંડળીમાં દૂષિત થાય છે ત્યારે ગૂમડાં-ફોડા, અગમ નિગમ રોગ, અજાણ્યા રોગ, ભોજનમાં વિષ પ્રદૂષણના રોગ, સર્પ દંશ, ભૂતપ્રેતની પીડાના રોગ થાય છે. રાહુ-કેતુને રીઝવવા ૐ હ્રીઁ રાહવે નમ: અને ૐ હ્રીઁ કેતવે નમ: ના રોજ મંત્ર કરવા. તમામ રોગ ખાસ કરીને અસાઘ્ય રોગમાં મહામૃત્યુંજયના જાપ રામબાણ ઇલાજ છે.

ૐ ત્ર્યંબકમ્ યજામહે સુગન્ધિમ્ પુષ્ટીવર્દનમ્ઉર્વારૂક મિવ બન્ધનાન મૃત્ર્યુરમુક્ષીય મામૃતાત

No comments: