દરરોજ કોલેજ બાદ મિત્રો સાથે લાયબ્રેરીમાં બેસીને ગહન વાંચન કરવું અને કાયદાશાસ્ત્રના વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરવો તે નિશાંત પટેલનો શોખ હતો. ભવિષ્યમાં એક સારા વકીલ બનવાની તમન્ના તેમને એક નાના ગામડામાંથી અમદાવાદ ખેંચી લાવી હતી. અહીં ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઓફ લો માં તે કાયદાશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો હતો.
એલએલએમનું પહેલું વર્ષ તો જોતજોતામાં વીતી ગયું પરંતુ હવે બીજુ વર્ષ કારકિર્દીની દ્રષ્ટિએ મહત્વનું પુરવાર થાય તેમ હતું. અને પરિક્ષાની તારીખો નજીક આવી રહી હતી. અર્જૂનને જેમ પક્ષીની આંખ દેખાતી હતી તેમ નિશાંતને કોર્ટ દેખાતી હતી. સારા વકીલ બનવાની ચાહમાં નિશાંતે ક્યારેય આડું અવડું જોયું નહોંતું પરંતુ શાલીની પહેલા વર્ષથી નિશાંતને અને તેની મહેનતને જોઇ રહી હતી.
શાલીનીનો અભ્યાસ અને ઉછેર અમદાવાદમાં જ થયો હતો. શાલીનીના પપ્પાનો જ્વેલરીનો બિઝનેસ હતો અને શાલીની તેમની એકમાત્ર સંતાન હતી. શાલીની હંમેશા કાર લઇને કોલેજે આવતી હતી અને ઘણીવખત કોલેજ પુરી થયા પછી નિશાંતને લાયબ્રેરી સુધી લિફ્ટ આપતી હતી. તો ક્યારેક નિશાંત સાથે લાયબ્રેરીમાં વાંચવા પણ જતી હતી.
લાયબ્રેરીમાં નિશાંત હંમેશા તેના મિત્રો કરતાં અલગ બેસતો હતો કારણ કે મિત્રોની વાતોથી નિશાંતના વાંચનમાં ખલેલ પહોંચતી હતી. નિશાંત અભ્યાસ પ્રત્યે ગંભીર હતો પરંતુ તેના મિત્રોનું કામ તેનાથી ઉલટું હતું. નિશાંત સારા માર્કસથી પાસ થવા માટે વાંચતો હતો જ્યારે તેના મિત્રો પાસ થવા માટે.
હવે પરિક્ષાની તારીખ જાહેર થઇ ચૂકી હતી અને બધા મિત્રો જાણતા હતા કે હવે ટૂંક સમયમાં તેઓ છુટા પડવાના છે. આથી મિત્રો હવે દિવસેને દિવસે વધુ મસ્તીખોર થઇ રહ્યા હતા તો નિશાંત ગંભીર.
એક દીવસ મિત્રોએ તેનાથી દૂર બેસતા મિત્ર નિશાંતની મસ્તી કરવાનું નક્કી કર્યું. આ માટેનો પ્લોટ ઘડ્યો ગજેન્દ્રસિંહ ઉર્ફે બાપુએ પ્લોટ ઘડ્યો તેની સ્ક્રીપ્ટ લખી મનને અને સક્રીપ્ટમાં જરૂરી ફેરફાર કરી ફાયનલ ટચ આપ્યો ભવ્યએ. મસ્તી ખાતર આ ત્રણે મિત્રોએ શાલીનીના નામે નિશાંતને પ્રેમપત્ર લખ્યો અને નિશાંત પાણી પીવા બહાર ગયો ત્યારે હળવેથી તેની બુક વચ્ચે તેને મુકી દીધો. જોગાનુજોગ તે દિવસે શાલીની પણ લાયબ્રેરીમાં હતી.
નિશાંતે આ પત્ર વાંચ્યો અને ચોંક્યો અને તરત દૂર બેઠેલા ત્રણે મિત્રો પાસે આવ્યો અને પત્ર અંગે પુછપરછ કરી. ત્રણે મિત્રોએ બનાવટી સોગંદખાઇને નિશાંતને સમજાવ્યો કે આ પત્ર તેઓએ નથી લખ્યો અને અત્યારે પરિક્ષાના સમયે આવા પ્રેમપત્ર લખવા માટે કોનીપાસે સમય છે. મિત્રોએ નિશાંતને એ પણ કહ્યું કે તને પ્રેમપત્ર લખીને હેરાન કરવા કરતાં તો કોલેજની કોઇ કન્યાને પત્ર ન લખીએ. નિશાંતને પણ મિત્રોની આ દલીલ ગરમ શીરાની જેમ ગળે ઉતરી ગઇ.
આ વાતને થોડા દિવસો વિતી ગયા હતા અને હવે બધા મિત્રોની જેમ નિશાંત પણ આ વાતને ભૂલી ગયો હતો જ્યારે શાલીનીને તો આ આખી ઘટનાની ખબર જ નહોંતી. હવે પરીક્ષાને ગણતરીના દિવસો બાકી રહ્યા હતા આથી નિશાંત વહેલો લાયબ્રેરીમાં આવી જતો હતો જ્યારે તેના મિત્રો નિરાંતે આવતા હતા અને બાજૂના બિલ્ડીંગમાં બેસતા હતા.
એક દિવસ બપોરે નિશાંત બાજૂના બિલ્ડીંગમાં ટેબલ પર માથુ નાખીને સુઇ રહેલા બાપુ, મનન અને ભવ્ય પાસે આવ્યો અને તેને બહાર લઇ ગયો. બધા મિત્રોને આશ્વર્ય હતું કે ઘડીયાલના કાંટે ચા પીવા આવતા આ નિશાંતને અત્યારે વળી ક્યું કામ આવી પડ્યું કે આમ બધાને ભેગા કર્યા છે.
મિત્રોને સંબોધીને નિશાંતે કહ્યું કે આજે મને ફરી એક પ્રેમપત્ર મળ્યો છે. અને મને ખબર છે કે આ કારસ્તાન તમારા લોકોનું જ છે. કારણ કે તમે નથી ઇચ્છી રહ્યા કે હું આગળ વધુ અને એક સારો વકીલ બનું. તમે બધા મને માનસિક રીતે હેરાન કરીને પરિક્ષામાં મને ઓછા માર્કસ આવે તેવી પેરવી કરી રહ્યા છો.
બધા મિત્રોની હાલત કાપો તો લોહી ન નિકળે તેવી થઇ ગઇ હતી. પરંતુ વાતાવરણને ગંભીર થતું જોઇ બાપુએ કહ્યું કે જો નિશાંત પહેલો પત્ર અમે ત્રણેએ લખ્યો હતો તે વાત અમે કબુલીએ છીએ અને તે લખવા પાછળનો અમારો ઇરાદો ફક્ત મસ્તીનો હતો તને હેરાન કરવાનો નહીં. અને આ બીજો પત્ર અમે નથી લખ્યો. અને તું એ પત્રના અક્ષર સાથે અમારા અક્ષર સરખાવી શકે છે. પરંતુ ગુસ્સે ભરાયેલા નિશાંતને હવે શાંત પાડવો અધરૂ હતું. તે હાથ પછાળતો ત્યાંથી ચાલ્યો ગયો.
પહેલી વખત પત્ર મેળવીને જેમ નિશાંત ચોંક્યો હતો તેમ હવે ચોંકવાનો વારો હતો ત્રણે ટીખળીખોર મિત્રોનો કે આ પત્ર કોણે લખ્યો. શું તે પત્ર શાલીનીએ લખ્યો હશે ? શું તે કોલેજની અન્ય કોઇ કન્યાએ લખ્યો હશે ? કે આપણી જેમ અન્ય કોઇ મિત્રોએ નિશાંતની મજાક કરી હશે. અને જો ખરેખર આ પત્ર શાલીનીએ લખ્યો હશે તો તેણે પત્ર દ્વારા પાઠવેલો સંદેશો વાંચ્યા વગર નિશાંતે તેને ફાડી નાખ્યો ત્યારે દૂર બેસીને જોઇ રહેલી શાલીની પર શું વિતી હશે ? આ વાતને આજે વર્ષો વિતી ગયા પરંતુ ત્રણે મિત્રોને આજે પણ આ પ્રશ્નોનો જવાબ મળ્યો નથી. (સત્ય ઘટના પર આધારીત)

No comments:
Post a Comment