Monday, May 3, 2010

લાંબા આયુષ્ય માટે ભરપૂર ઊંઘ લો.....


Take sound sleepજો તમે લાંબુ આયુષ્ય ભોગવવા માંગો છો તો દરરોજ ઓછામાં ઓછી સાત કલાકની ઊંઘ લેવી જરૂરી છે.



બ્રિટશિ ડોક્ટરોએ એક સંશોધન બાદ જણાવ્યું છે કે, ઓછું ઊંઘતા લોકોના જીવને વધુ જોખમ રહેલું હોય છે. વોરવિક યુનિવર્સિટી અને ઇટાલીના વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે પાંચ કલાક કે તેના કરતાં ઓછી ઊંઘ લેતા લોકોનું સમયથી પહેલાં મૃત્યુ થવાની સંભાવના સાતથી આઠ કલાક ઊંઘતા લોકોની સરખામણીએ ૧૨ ટકા વધુ હોય છે.



સંશોધનકર્તાઓ અનુસાર, આઠ કલાક કરતાં વધારે ઊંઘવું પણ જોખમી છે. તેનાથી ગંભીર બીમારીઓનો ભોગ બનીને મૃત્યુને ભેટવાની સંભાવના વધી જાય છે. સ્લીપ ટુડે નામના જર્નલમાં પ્રકાશિત આ સંશોધનમાં વયસ્કોની સાથે યુવાનોનો પણ સમાવેશ કરાયો હતો.

No comments: