બ્રિટિશ મહિલાઓને સેક્સ અને શરાબ કરતાં ચોકલેટ વધુ પસંદ છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણ મુજબ ૩૩ ટકા મહિલાઓ દિવસમાં ચોકલેટ વિશે વધુ વિચાર કરે છે. જ્યારે સેક્સ વિશે વિચારનારી મહિલાઓની ટકાવારી માત્ર ૧૮ ટકા હતી. ડેઈલી એકસપ્રેસના અહેવાલ મુજબ ૨૩ લાખ જેટલી બ્રિટિશ મહિલાઓએ સ્વીકાર્યુંહતું કે તેઓ ચોકલેટ વિશે દિવસમાં ત્રણ વાર વિચાર કરે છે.
બીજી તરફ ચોકલેટ વિશે વિચારનારા પુરુષોની ટકાવારી માત્ર ૧૧ ટકા છે. સેક્સ વિશે પ્રત્યેક ૧૦ પૈકી ૬ પુરુષ વિચારતો હોય છે. ફાઈબર પ્લસ નામની સેરિયલ બાર કંપની દ્વારા કરાયેલા ૨૦૦૦ મહિલાઓના કરાયેલા અભ્યાસ અનુસાર પ્રત્યેક પાંચ પૈકી એક મહિલા કહે છે કે ચોકલેટ ખાવા મળે તો તેઓ સેક્સનો વિચાર પડતો મૂકવા તૈયાર હોય છે.
૨૫ ટકા મહિલાઓએ કહ્યું હતું કે ચોકલેટ મળે તો ચેનલ(ટીવી)ને પણ તેઓ બાજુ પર મૂકી દે. સર્વે કરનારી કંપનીના મહિલા પ્રવકતા સેલી ટ્રાઈબે કહ્યું હતું કે મહિલાઓ ચોકલેટ ખાતી વખતે આરામનો અહેસાસ કરે છે, જેને કારણે તેમને ચોકલેટ વધુ ખાવી ગમે છે.
આ ઉપરાંત ચોકલેટ તેમને ખુશીનો અહેસાસ કરાવે છે. ઓછામાં ઓછું ચોકલેટ એવી વસ્તુ છે કે કોઈને નિરાશ તો કરતી જ નથી.
No comments:
Post a Comment