Monday, May 3, 2010

ઓફિસમાં ઇશ્ક લડાવતા પહેલા...


The Rules of Office Romanceઆપની નજર આપની સાથે ઓફિસમાં કામ કરતી કલિગ પર છે પરંતુ ઓફિસમાં રોમાન્સ કરતા પહેલા શું ધ્યાનમાં રાખવું તેનાથી આપ અજાણ છો? અહીં આપના માટે એવા કેટલાક રૂલ્સ આપવામાં આવ્યા છે જેના થકી આપ આપના ઓફિસ રોમાન્સને સફળ બનાવી શકશો અને તે પણ જોબ પર અસર પાડ્યા વગર..



જોબથી વિશેષ કાંઇ નથી



જો આપ આપની ઓફિસમાં કોઇ આપને ગમતું હોય તો આપની વચ્ચે બંધાયેલા સંબંધો કદાચ છેવટની સ્થિતિ સુધી જઇ શકે અને તેના લીધે આપ મુશ્કેલીમાં પણ મુકાઇ શકો છો અને તેની પહેલી અસર પડશે આપની જોબ પર. આથી, ઓફિસમાં ઇશ્ક લડાવતા પહેલા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેનાથી કોઇપણ પરિસ્થિતિ ઉભી થઇ શકે છે, આથી તેને પહોંચી વળવાની પહેલાથીજ તૈયારી રાખવી જોઇએ.

ગમતું પાત્ર વિવાહિત છે કે નહીં તે ખાસ ધ્યાન રાખો



ઓફિસમાં ઇશ્ક લડાવતા પહેલા આપને ગમતું પાત્ર વિવાહિત કે પછી કોઇની સાથે જોડાયેલું છે કે કેમ તે બાબત ખાસ ચકાસી લેવી. જો આ બાબત ચકાસ્યા વગર આગળ વધશો તો શરમજનક સ્થિતિમાં મુકાવવાના પુરેપુરા ચાન્સ છે. જો આપને ગમતું પાત્ર કોઇની સાથે જોડાયેલું હોય તો તે સામાન્ય છે પરંતુ જો તે પરિણિત હોય અને તેની સાથે આપ ખ્વાબમાં રાચવા લાગો તો તે સ્થિતિ અસામાન્ય છે, આથી આ માહિતી પાક્કાપાયે મેળવવી અતિ જરૂરી છે.



પાર્ટનર સાથે ઓફિસમાંજ જલસા...! એકવાર ફરી વિચારી લેજો..



આપના પાર્ટનર પર આપને પ્રેમ ઉભરાઇ આવે તે બાબત અતિસામાન્ય છે પરંતુ જો આપ તેની સાથેજ ઓફિસમાં હો અને ત્યાંજ તમને તેની સાથે રોમાન્સ કરવાની ઇચ્છા થઇ આવે તો અહીં આપને ચેતવા જેવું છે કારણકે ઓફિસમાં રોમાન્સ કરવું કદાચ ભારે પણ પડી શકે.



અહમના ટકરાવ માટે પણ તૈયાર રહો



મોટાભાગના બ્રેકઅપનું કારણ હોય છે અહમનો ટકરાવ. જો આપ તેનો ભોગ બનવા ન ઇચ્છતા હો તો આપનો આપના પાર્ટનર સાથે અહમનો ટકરાવ થશે તેમ માનીને હંમેશા તૈયાર રહો કારણકે જો આપ તેને લઇને પહેલાથીજ તૈયાર હશો તો આવી સ્થિતિ ઉભી થશે ત્યારે આપ તેને સુપેરે હેન્ડલ કરી શકશો. આ ઉપરાંત એક બાબત ખાસ ધ્યાન રાખશો કે આપની પર્સનલ તેમજ પ્રોફેશનલ લાઇફ ક્યારેય ટકરાય નહીં.

No comments: