Monday, May 3, 2010

પુરૂષો, સ્પ્રે કરો અને સંવેદનશીલ બનો !..


વૈજ્ઞાનિકોએ પુરૂષો માટે વિશિષ્ટ પ્રકારનો સ્પ્રે તૈયાર કર્યો હોવાનો દાવો કર્યો છે. જેને લગાડવાથી પુરૂષોના ચોક્કસ પ્રકારના હોર્મોન્સ ઉત્તેજીત થશે. જેના કારણે પુરૂષો વધુ સંવેદનશીલ અને લાગણીશીલ બનશે.



આ સ્પ્રેની શોધના પાયામાં ઓક્સિટોસિન રહેલું છે. આ હોર્મોન પુરૂષોમાં સેક્સ, આકર્ષણ, વિશ્વાસ અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. ઓક્સિટોસિન સ્ત્રીઓમાં પ્રજોત્પતિ કરવામાં તથા માતા અને સંતાનો વચ્ચે જોડાણમાં મદદરૂપ બને છે.



કેમ્બ્રિજ અને જર્મનીમાં પુરૂષોના બે સમૂહ ઉપર કરવામાં આવેલા પ્રયોગો દરમિયાન આ તારણ બહાર આવ્યું હતું. જે સમૂહ પર ઓક્સિટોસિનનો સ્પ્રે કરવામાં આવ્યો હતો તેઓ હૃદયને સ્પર્શતી તસવીરો દેખાડવામાં આવી હતી. સ્પ્રેના કારણે પુરૂષોના સમૂહમાં લાગણીની માત્રામાં ફેર જોવા મળ્યો હતો.

No comments: