Monday, May 3, 2010

શીઘ્રસ્ખલન માટે કઈ દવા લઉ?.........................

‘મારા શીઘ્રસ્ખલનની બીમારી માટે સિડેનાફિલ સાઈટ્રેટ (sidenafil citrate) લઉ, પેરોક્ષિટિન (paroxytinine) લઉ કે કલોરપ્રમીન (chlorpramine) લઉ?



healthસિડેનાફિલ સાઈટ્રેટ: આ દવા શીઘ્રસ્ખલન માટે ઉપયોગી નથી. આ દવા ઈન્દ્રિયમાં આવેલી ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો કરે છે. એટલે જો કોઈ વ્યકિતને ઉત્થાન બરાબર ન થતું હોય તો આ ગોળી લેવાથી તેના ઉત્થાનમાં (કડકપણામાં) નોંધપાત્ર વધારો થઈ શકે.



પેરોક્ષિટિન : આ દવા સમાગમના ચાર કલાક પહેલાં લેવાથી જો વ્યકિતને શીઘ્રસ્ખલનની સમસ્યા હોય તો એને વિલંબિત સ્ખલનમાં ફેરવી શકે. ટૂંકમાં સમાગમ લાંબો ચલાવવામાં આ ગોળી ખૂબ જ મદદરૂપ થઈ શકે.



ક્લોરપ્રમીન : આ ગોળી પણ શીઘ્રસ્ખલનને વિલંબિત સ્ખલનમાં ફેરવવામાં મદદરૂપ થઈ શકે. ફરક એક જ કે કલોરપ્રમીન સમાગમના આઠ કલાક પહેલાં લેવી જરૂરીછે. (નોંધ : આ દવાઓ હંમેશાં ડોક્ટરની સલાહ પછી જ લેવી જોઈએ.)



‘હું શીઘ્રસ્ખલનનો પેશન્ટ છું. મને એક સાઈકિયાટિ્રસ્ટે હોસ્પિટલમાં જવા કહ્યું. ત્યાં એક ડોકટરે મને દવા લખી આપી. આ દવા માત્ર એક જ દુકાને મળે છે. મેં ડોક્ટરને કહ્યું કે મને દવાનું નામ કહો. તો તેમણે કહ્યું કે ના આ દવા અહીં જ મળશે. મને પ્રશ્ન થાય છે કે આવી દવા લેવાય? કાલે ધારો કે ડોકટરને કંઈ થઈ જાય તો મારે દવા લેવા કયાં જવાનું? તમે મને સલાહ આપશો?



એવી કોઈ અજાયબ દવા હોતી નથી કે જે એક જ દુકાનમાં મળે. જો તમને ડોકટર એવી દવા લખી આપે કે તે એક જ કેમિસ્ટને ત્યાં મળતી હોય તો તમારે સમજી લેવું કે ડોકટર અને કેમિસ્ટ બંનેની મિલીભગત છે અને એમાં છેવટે નુકસાન તમને જ થશે. તમારે તપાસવું હોય તો એ દવા એકવાર લો. એનું ફાર્માકોલોજિકલ (મૂળ નામ- જેનરિક નામ) જાણી લો અને એ જ જેનરિક નામવાળી દવા બીજે શું કિંમતે મળે છે તે જાણી લો. તમને પોતાને ખ્યાલ આવી જશે કે આ પાંચ પૈસાવાળી દવા પાંચ રૂપિયામાં વેચવાનો ઉત્તમ કીમિયો છે. આવા ડોકટરોથી અને કેમિસ્ટોથી સમાજે સાવધ રહેવાની ખાસ આવશ્યકતા છે.



‘મારી ઉમર ૭૨ વર્ષની છે. મને કામેચ્છા જાગૃત થાય છે. (ઈન્દ્રિયમાં યોગ્ય ઉત્તેજના આવે છે) સમાગમ વખતે આનંદ પણ મળે છે, પણ જ્યારે સ્ખલન અવસ્થા પર પહોંચું છું ત્યારે વીર્ય બહાર નીકળતું નથી. હું બ્લડપ્રેશરનો દર્દી છું. મને પ્રોસ્ટેટની તકલીફ માટે ડોકટરે આલ્ફાબ્લોકર-ડોકસાકાર્બ (Alfablocker-doxacarb) નામની દવા લખી આપી છે. મારી સમસ્યાનું નિવારણ શું?



આપની સમસ્યા માનસિક નથી. શારીરિક છે. તમારી કામેરછા અને કામશકિત બંને યથાવત્ છે. સ્ખલન વખતે વીર્ય બહાર ન નીકળે તો બહાર ન નીકળવાનાં કારણ બે જ હોઈ શકે. એક તો વીર્ય બનવાનું ઓછું થઈ ગયું હોય અથવા વીર્ય બહાર નીકળતી વખતે ઈન્દ્રિયમાં જવાને બદલે મૂત્રાશયમાં જતું હોય. આપની ઉમર ૭૨ વર્ષની છે એટલે હોર્મોનની ઊણપ હોઈ શકે. આ ઊણપ પૂરી કરવા અઠવાડિયામાં ત્રણ વખત અડદની દાળ, લસણ (અથવા હિંગ) ગાયના ઘીમાં વઘારીને રોજ ત્રણ વખત ખાવી.



આનાથી હોર્મોનની ઊણપ ઓછી થઈ જશે. સાથે સાથે આલ્ફાબ્લોકરની દવા બદલવાની જરૂર છે. આ દવા લેવાથી ઘણીવાર વીર્ય બનવાનું બંધ થઈ જાય અથવા ઓછું થઈ જાય અથવા એવું પણ બને કે વીર્ય ઈન્દ્રિયમાં આવવાને બદલે મૂત્રાશયમાં ઠલવાય. આલ્ફાબ્લોકરની જગ્યાએ તમારા ડોકટર એવી દવા જરૂર પ્રિસ્ક્રાઈબ કરી શકે કે જેની અસર પ્રોસ્ટેટની સમસ્યા દૂર કરે અને સાથે સાથે સ્ખલન નિયંત્રણમાં કોઈ વિપરીત પરિસ્થિતિ ન ઉદ્ભવવા દે.


No comments: