Monday, May 3, 2010

માત્ર સંભોગ કરવાથી પરમસુખ નથી મળતું......


Healthજાતીય પરાકાષ્ઠા સંભોગની અનેરી અને આનંદદાયી ક્ષણ છે. જે જાતીય જીવનની સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે. ૭૦ ટકા મહિલાઓ એકલા સંભોગને લીધે થતી ઉત્તેજનાથી જાતીય પરાકાષ્ઠાએ પહોંચતી નથી. સમાગમ દરમિયાન ચરમોત્કર્ષ સુધી પહોંચી તેનો પરમ આનંદ માણવો દરેક મહિલાનું સ્વપ્ન હોય છે. સંભોગ બાદ ચરમ સુખનો આહ્લાદક અનુભવ કરવા માટે જાત પર દબાણ કરવાથી તમે તેના આનંદથી દૂર ધકેલાતા જાવ છો. કેટલાક દંપતીઓમાં તેના લીધે મતભેદો સર્જાય છે.



પરાકાષ્ઠા (ઓર્ગેઝમ) માણસની આહ્લાદક અનુભૂતિની સર્વોચ્ચતા દર્શાવે છે. ‘ઓર્ગેઝમ’ શબ્દ મૂળ ગ્રીક શબ્દ ઓર્ગેઓસ પરથી આવ્યો છે. તેનો અર્થ કામોત્તેજનામાં તીવ્ર વધારો થવો અને જ્ઞાનતંતુઓ દ્વારા સાંકેતિક રીતે અપાતો વિસ્ફોટક પ્રતિભાવ છે.



પરાકાષ્ઠા શા માટે? : કુદરતે આપણને આનંદ માણવા માટે સંવેદનશીલતાની સાથે આનંદ તથા પ્રજોત્પત્તિ એમ બેવડા લક્ષ્ય મૂક્યા છે. મનુષ્ય વીર્યના નિકાલ માટે નહીં, પરંતુ પરાકાષ્ઠા સુધી પહોંચવા માટે સેકસ માણે છે.



જ્યારે વ્યક્તિમાં જાતીય ઇચ્છા પેદા થાય ત્યારે તે જાતીય અવસ્થામાં પ્રવેશે છે. આ પરિસ્થિતિમાં ગુપ્તાંગ જ ક્રિયાનો આધાર બની જાય છે. આ મનોજૈવિક ઉત્તેજના મગજમાં રહેલા સેકસના કેન્દ્રોને ઉત્તેજિત કરે છે. જેના દ્વારા મોકલાયેલા આવેગો આનંદની અનુભૂતિ કરાવે છે. આ આવેગો જનનેન્દ્રિયો સુધી પહોંચે ત્યારે લોહીના પ્રવાહમાં વધારો થવાથી તેમાં લોહીનો ભરાવો થાય છે. પુરુષોમાં આ ક્રિયાને શિશ્નોત્થાન, જ્યારે મહિલાઓમાં સ્નિગ્ધતા કહે છે. ઉત્તેજના જાતીય ઉન્માદમાં વધારો કરે છે જે પરાકાષ્ઠામાં પરિણમે છે.



પરાકાષ્ઠાનું વર્ણન : ભલે લોકો પરાકાષ્ઠાને અલગ અલગ રીતે વર્ણવે કે જુદા જુદા નામથી ઓળખાવે, વાસ્તવમાં તે પરમ આનંદનો અવર્ણનીય અહેસાસ છે, જેની અનુભૂતિ બાદ તમામ ઇચ્છાઓ ગૌણ બની જાય છે. રસપ્રદ બાબત એ છે કે જુદા જુદા સમુદાય, સામાજિક, સાંસ્કૃતિક વારસા તથા ભાષાકીય પ્úષ્ઠભૂમિ ધરાવતા લોકો પણ પરાકાષ્ઠાના અનુભવને વ્યકત કરવા તથા તેનું વર્ણન કરવા માટે અસમર્થ છે. જોકે આ તમામ લોકો એક બાબતે સહમત થાય છે કે આ એક દૈવી આશીર્વાદ અને સમાધિમય અનુભવ છે.



વાસ્તવિકતા : મહિલાઓ માત્ર સંભોગથી પરાકાષ્ઠા નથી અનુભવતી કારણ કે યોનિના ત્રીજા ભાગમાં જ્ઞાનતંતુઓ સંવેદનહીન હોય છે. આનો અર્થ એ છે કે શિશ્નપ્રવેશનો આનંદ માણતી મહિલાઓમાં તીવ્ર ઉત્તેજના પેદા કરવા માટે શિશ્ન ચોક્કસ લંબાઇનું હોવું જરૂરી નથી. યોનિના બહારના ભાગને હાથથી સ્પર્શીને પણ પુરુષ સ્ત્રીને ઉત્તેજિત કરી શકે છે. જે મહિલાઓ માત્ર સંભોગથી જ પરાકાષ્ઠા સુધી પહોંચે છે, તેમને વધારે ઉત્તેજિત કરવી પડે છે કારણ કે સંભોગથી અપ્રત્યક્ષ રીતે ભગ્નશિશ્ન ઉત્તેજિત થાય છે.



અપ્રત્યક્ષ ઉત્તેજનથી સ્ખલન કરતાં પુરુષોને બાદ કરતા મોટા ભાગના પુરુષો શિશ્નનું પ્રત્યક્ષ ઉત્તેજન જ પસંદ કરે છે. મહિલાઓમાં ભગ્નશિશ્નની ઉત્તેજનામાં પણ આમ જ બને છે. કોઇ પણ વ્યક્તિ માત્ર એકલા જનેન્દ્રિયોની ઉત્તેજનાથી પરાકાષ્ઠા પામી શકતો નથી.પરાકાષ્ઠા સુધી પહોંચવા માટે કામોદ્દીપક કેન્દ્રો

No comments: