Monday, May 3, 2010

100 વર્ષ જીવવું છે? તો આટલું કરો!..


10 hours of sleep every day can help you hit 100!શું તમે 100 વર્ષ જીવવા માગો છો? જો હા, તો આટલું કરો. નિયમિત 10 કલાકની ઉંઘ કરવાથી 100 વર્ષ સુધી જીવી શકાય છે, તેમ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક અહેલવામાં જણાવવામાં આવ્યું છે.

આ માટે કરવામાં આવેલા અભ્યાસના જણાવ્યા પ્રમાણે રોગ મુક્ત થવા માટે તેમજ શરીરમાં નવીનીકરણ માટે પુરતી ઉંઘ જરૂરી છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો 100 વર્ષ સુધી જીવી શક્યા છે તેમના પર કરેલા સંશોધનમાં માલુમ પડ્યું છે કે તેઓ નિયમિત 10 કલાકની ઉંઘ કરતા હતાં.

સંશોધન માટે 65 કે તેથી વધુ વયના 15, 638 લોકો પર અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાંથી 3927 લોકોની ઉંમર 90 થી 99 વર્ષ વચ્ચેની હતી, જ્યારે 2794 લોકોની ઉંમર 100 વર્ષ કે તેનાથી વધારે હતી, તેમ ડેઈલી એક્સપ્રેસમાં જણાવવામાં આવ્યું છે.

ઓરેગનની પોર્ટલેન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. દનાન ગુના જણાવ્યા પ્રમાણે, 65 ટકા સેમ્પલમાં એવું જોવા મળ્યું હતું કે તેમની ઉંઘ બહુ સારી હતી. તેમજ તેઓ સરેરાશ સાડા સાત કલાકની ઉંઘ લેતા હતાં. સંશોધનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 100 વર્ષ સુધી પહોચેલા લોકો યુવાઓની સરખામણીમાં બહુ સારી ઉંઘ લેતા હતાં. તેમજ આવા લોકો દિવસમાં પાંચ કલાક કે તેનાથી ઓછી ઉંઘ કરતા હતાં, પરંતુ 24 કલાકની ગણતરી કરતા તેઓ નિયમિત 10 કલાક કે તેનાથી વધારે ઉંઘ કરતા હતાં.

સંશોધનમાં એમ પણ જાણવા મળ્યું હતું કે મહિલાઓની સરખામણીમાં પુરુષો 23 ટકા વધુ સારી ઉંઘ માણી શકતા હતાં.

No comments: