જોકે, હોર્મોન્સનો આ વધારો પુરુષના આરોગ્ય માટે ખરાબ છે.
એક નવા અભ્યાસમાં દાવો કરાયો છે કે સુંદર અજાણી મહિલા પુરુષના સ્ટ્રેસ(તાણ)ના હોર્મોન્સનાં સ્તરમાં ઝડપી વધારો કરી શકે છે અને આ વધારો પુરુષના હ્રદય માટે ખરાબ પણ સાબિત થઇ શકે છે. સ્પેનના સંશોધનકર્તાઓએ શોધી કાઢ્યું છે કે પોતે મહિલા જેવો દેખાવડો કે સુંદર નહિ હોવાનું વિચારનારા પુરુષમાં ચિંતાના સ્તરમાં રોકેટગતિએ ઉછાળો આવી શકે છે. યુનિવર્સિટી ઓફ વેનેશિયા ખાતેના સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે પુરુષના સ્ટ્રેસના હોર્મોન્સનું સ્તર એટલી હદે ઊંચું જાય છે કે તેની હાર્ટએટેક અથવા લકવાના હુમલો આવી શકે તેવી શકયતા રહેલી છે.
સંશોધનકર્તાઓએ જણાવ્યું હતું કે લાંબા સમય સુધી ફિઝિકલ અથવા સાઇકોલોજિકલ સ્ટ્રેસ રહેવાથી કોર્ટિસોલના સ્તરમાં ભારે વધારો થાય છે. જે આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. જેના કારણે ડાયબિટીસ, હાઇપર્ટેન્શન અને કમજોરી જેવી વિવિધ પ્રકારની બીમારી થાય છે.
આ અભ્યાસ માટે સંશોધનકર્તાઓએ, ૮૪ પુરુષ વિદ્યાર્થીઓ પર પ્રયોગ કર્યો હતો અને સુંદર અજાણી મહિલાઓ સાથે તેમને છોડતાં પહેલાં અને પછીનાં તેમના કોર્ટિસોલનું સ્તરને ચકાસ્યું હતું. સંશોધનમાં એ બહાર આવ્યું હતું કે બે પુરુષ એકસાથે હતા ત્યારે તેઓનાં કોર્ટિસોલનું સ્તર એક સરખું હતું, પણ એક પુરુષને આકર્ષક મહિલા સાથે છોડ્યાં પછી તેના કોર્ટિસોલના સ્તરમાં અતશિય વધારો થયો હતો.
સંશોધનકર્તાઓએ જણાવ્યું હતું કે આ અભ્યાસમાં અમે વિચાર્યું છે કે આકર્ષક મહિલાના હાજરીમાં મોટાભાગના પુરુષ એવી ધારણામાં હોય છે કે તેઓને સંવનનની તક મળશે. જયારે કેટલાક પુરુષો આવી આકર્ષક મહિલાઓને ટાળતાં હોય છે. કારણ કે તેઓ કદાચ એવું વિચારતાં હોય છે કે મહિલા જેટલાં તેઓ આકર્ષક નથી.
No comments:
Post a Comment