પ્રશ્ન - ‘હું ૩૫ વર્ષનો પરણેલો પુરુષ છું. મારી સેક્સલાઇફ નિયમિત અને સારી રીતે ચાલે છે. શરૂઆતમાં થોડીઘણી શીઘ્રસ્ખલનની તકલીફ હતી, પણ અચાનક એનો ઇલાજ થઇ ગયો. મારે અહીં એક વસ્તુની નોંધ કરવાની છે. જમ્યા પછી હું નિયમિત એક જ જગ્યાએ પાન ખાઉ છું. જો એ પાનવાળાને ત્યાં હું પાન ન ખાઉં તો અથવા બીજા કોઇ પાનવાળાને ત્યાં પાન ખાઉ તો મને શીઘ્રસ્ખલનની સમસ્યા પાછી શરૂ થઇ જાય છે. આમ થવાનું કારણ જણાવી શકો. શીઘ્રસ્ખલનનો કોઇ ઉપાય?
ટૂંકમાં તમને ઇચ્છા થાય છે, ઇન્દ્રિયમાં ઉત્તેજના પણ આવે છે અને તે ખાસ પાનવાળાને ત્યાં પાન ખાધા પછી તમે લાંબો સંભોગ ચલાવી શકો છો એનું પરિણામ તમને સેકસલાઇફ સંતોષજનક લાગે છે પણ તમે બીજા કોઇ પાનવાળાને ત્યાં પાન ખાવ છો તો શીઘ્રસ્ખલનની સમસ્યા ચાલુ રહે છે આનો અર્થ એ છે કે જે પાનવાળાની પાસે તમે પાન ખાવ છો તે લોકો કાથામાં થોડું ઘણું ચરસ, કોકીન, કે અફીણ જેવી વસ્તુ મિલાવતા હોય છે અને જ્યારે તમે આ પાન ખાવ ત્યારે તમે તરબતર થઇ જાવ છો. પછી આ જ પાનવાળા પાસે પાન ખાવાની આદત પડી જાય છે અને શીઘ્રસ્ખલન વિલંબીત સ્ખલનમાં ફેરવાઇ જાય છે.
ગયા વખતે જેમ વાત કરી હતી એ પ્રમાણે એક ડોક્ટર એક જ કેમિસ્ટ પાસેથી દવા લેવાનું જો તમને કહે તો એ ખતરાથી ખાલી નથી. એ જ પ્રમાણે જો એક જ પાનવાળાને ત્યાં પાન ખાવાની આદત પડી જાય અને એ વિના ન ચાલે તો એમ સમજવું કે આ પાનમાં કોઇ ડ્રગ્સની મિલાવટ છે. બાકી શીઘ્રસ્ખલનનો અસરકારક ઉપચાર છે. પેરોક્ષિટિન(૨૦ મિ.ગ્રા.) સમાગમના ચાર કલાક પહેલા અથવા કલોમીપ્રમી, (૧૦ મિ.ગ્રા.) સમાગમના આઠ કલાક બાદ લેવાથી શીઘ્રસ્ખલન સમસ્યા દૂર થાય છે. (નોંધ : આ દવા ડોક્ટરની સલાહ હેઠળ લેવી હિતાવહ છે.)
નોંધ : જો ઉપરના કિસ્સાની જેમ તમારા પતિને શીઘ્રસ્ખલનની તકલીફ હોય અને સમાગમ વખતે એ જલદી ચરમસીમા પર આવી જતા હોય, તમને સંતોષ પ્રાપ્ત ન થતો હોય તો તમે તમારા પતિને વિનંતી કરી શકો કે એ તમને હસ્તમૈથુન, મુખમૈથુનથી અથવા બીજી કોઇ રીતે કામોત્તેજના વધારીને તમને ચરમઅવસ્થા પર, ‘સંતોષે’ લઇ જાય. સહવાસમાં સંતોષ અગત્યની વસ્તુ છે સંભોગ નહીં અને જો સહભોગ હોય તો પણ એ સરખો ભોગ, બંનેને સરખો આનંદ પ્રાપ્ત થવો આવશ્યક છે. (નોંધ : આ દવા ડોક્ટરની સલાહ હેઠળ લેવી હિતાવહ છે).
No comments:
Post a Comment