Monday, May 3, 2010

બ્લડપ્રેશર ઘટાડવું છે તો બ્રાઉન રાઈસ ખાઓ .........


Blood canser law than eat brown riceબ્લડપ્રેશર અને હ્રદયની બીમારીમાંથી છુટકારો મેળવવા માટે સફેદ ચોખાના બદલે બ્રાઉન ચોખા ખાવા જોઈએ. અમેરિકા અને જાપાનના સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે, બ્રાઉન રાઇસમાં વધુ ફાયબર હોય છે અને તે હાઈ કોલેસ્ટ્રોલનો સારી રીતે સામનો કરે છે. તેમાં એક પ્રકારનું પ્રોટીન હોય છે, જે હ્રદયને નુકસાનથી બચાવે છે.



સંશોધનકર્તાઓએ જણાવ્યું કે બ્રાઉન રાઇસને ખાવાના કારણે જ જાપાનીઓમાં હ્રદયરોગ અને બ્લડપ્રેશરની સમસ્યા જોવા મળતી નથી. ફિલાડેલ્ફિયાની ટેમ્પલ યુનિવર્સિટીના પ્રો. સાતોરૂ ઈગુચીએ જણાવ્યું કે બ્રાઉન રાઈસમાં એથેરોસ્કલેરોસિસ એટલે કે ધમનીઓના અકડાઈ જવાની સ્થિતિને રોકવાની પણ ક્ષમતા હોય છે.


No comments: