Monday, January 31, 2011

રાશિ અનુસાર કેવી રીતે દૂર કરશો ચિંતા ?






જ્યોતિષ અનુસાર નવ ગ્રહોમાં ચંદ્રમાને મનના સ્વામી માનવામાં આવે છે. કુંડળીમાં ચંદ્રમાં અશુભ સ્થિતીના કારણે વ્યક્તિ ચિંતામાં આવી જાય છે. તેનું મન કુંઠીત થઈ જાય છે. આ માટે તે પોતાના રાશિ અનુસાર ચંદ્રમાંથી સંબંધિત પ્રયોગ કરે તો તમે પ્રશ્નો અને ટેન્શનથી બચી શકો છો.

મેષ- મેષ રાશિ ધરાવનારા જાતક રાત્રે સૂતી વખતે તાંબાના પાત્રમાં પાણી ભરીને રાખે અને સવારે કાંટાવાળા છોડમાં એ પાણી નાખે તો ચિંતામાંથી બચી શકે છે.

વૃષભ- સોમવાર અને સફેદ કપડામાં ચોખા અને મિશ્રી બાંધીને પાણીમાં વહાવવાથી તમારું મન હંમેશા સ્વસ્થ રહેશે.

મિથુન- મિથુન રાશિ ધરાવનારા લોકો ગળામાં કે કનિષ્ઠ આંગળી એટલે કે લિટલ ફિંગરમાં ચાંદીની વીંટીમાં મોતી ધારણ કરીને પહેરે.


કર્ક- તમારી રાશિનો સ્વામી ચંદ્રમા છે એટલા માટે તમે ગાયના કાચા દૂધથી શિવજીનો અભિષેક કરો.

સિંહ- રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખવું અને સવારે તે પાણીને પીવાથી તમે કુંઠીત નહીં થાઓ.

કન્યા- તમારી રાશિ અનુસાર તમારે પાણીનું દાન આપવું જોઈએ.

તુલા- તમારી રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે એટલા માટે તમારે પાણીનું દાન ન દેવું જોઈએ.


વૃશ્ચિક- વૃશ્ચિક રાશિ ધરાવનારા માટે ચંદ્રમાં અશુભ ફળ આપનાર હોય છે એટલા માટે ચાંદીની સાથે મોતી ધારણ કરવું જોઈએ અને ઉંડા પાણીમાંથી તે સાવધાની પૂર્વક બહાર નીકાળવું જોઈએ.

ધન- ચિંતાથી બચવા માટે તમે ધન રાશિ ધરાવનારા લોકોને સ્મશાન કે હોસ્પિટલમાં પાણીની વ્યવસ્થા કરાવવી જોઈએ.

મકર- આ રાશિ શનિદેવની રાશિ છે આ રાશિ ધરાવનારા શિવલીંગ પર ગંગાજળ ચઢાવવું જોઈએ.

કુંભ- તમારી રાશિ અનુસાર તમને પાણી કે કાચું દૂધ માટલામાં રાખીને તેને સુકી નદીમાં ચઢાવવું જોઈએ.

મીન- તમારી રાશિ જળતત્વની રાશિ છે એટલા માટે મીન રાશિ ધરાવનારા લોકો માછલીને દાણા નાખવા જોઈએ.

No comments: