પ્રાચીન સમયના વૈજ્ઞાાનિકો દાઢીવાળા અને લાંબા વાળ ધરાવતા પ્રૌઢ વ્યક્તિઓ હતા. અદ્યતન સાધનોના અભાવને કારણે શોધ કરતાં કરતાં વર્ષો નીકળી જતા હવે પરિસ્થિતિ બદલાઈ છે.
પાંત્રીસ વર્ષથી નીચેના અનેક યુવાનોએ અદ્ભૂત શોધ કરી છે. બાયોટેકનોલોજી, ઓટોમોબાઈલ કે તબીબી ક્ષેત્રે અનેક શોધોનો યશ ૩૦-૩૫ વર્ષના યુવાન વૈજ્ઞાાનિકોને જાય છે. ભારતના અનેક સોફટવેર ઈજનેરો કોમ્પ્યુટર ક્ષેત્રે અથાગ પ્રયત્ન કરી નાની નાની ચિપ્સ અને રોમાંચક સોફટવેર તૈયાર કરી રહ્યા છે આવા અનેક યુવાન વૈજ્ઞાાનિકોમાંથી થોડાંયુવાનોની અતિ અદ્યતન શોધો જોઈએ. ૩૧ વર્ષીય એવી મુકનિકે વાદળો આધારિત મલ્ટિમીડિઆ એડિટીંગ સોફટવેર તૈયાર કર્યું છે. આ વૈજ્ઞાાનિક માને છે. દરેક વ્યક્તિએ આર્ટિસ્ટ થયું હોય છે. મેનહટનમાં બેસી તેઓ ફ્રી વેબ-આધારિત સોફ્ટવેર તૈયાર કરે છે. આ સોફ્ટવેર જાતજાતના દ્રશ્યો અને અવાજ ઊત્પન્ન કરે છે. તમે ફોટોગ્રાફ સાથે જાતજાતની ટ્રિક કરી શકો છો અને અવનવા મલ્ટીટ્રેક સાઉન્ડ તૈયાર કરી શકો છો. તેમના સોફ્ટવરેમાં તૈયાર વાદળ આધારિત દ્રશ્યો છે. જે સૌ કોઈ વાપરી શકે છે.
૨૯ વર્ષીય મિખાઈલ શેપિરો બાયોટેકનોલોજી ક્ષેત્રે ન્યુરોટેકનોલોજીનું કમર્શીઅ લાઈઝેશનકરી રહ્યા છે. ૨૦૦૧માં તેમણે ''ક્વારિપ્લેજીક'' દર્દીઓ માટે એવા સાધનો બનાવ્યા હતા જેને દર્દી પોતાના વિચારો દ્વારા કામ કરાવી શકતો હતો. દર્દી એવું વિચારેકે મારી વ્હીલચેર રસોડા તરફ જવી જોઈએ તરત જ એક સોફ્ટવેર આ વિચારનું વર્ગીકરણ કરી ચેરકારનું રસોડાના માર્ગે મોકલવાનું કામ શરૃ કરી દે..! ત્યારબાદ ૨૦૦૮માં ન્યુરોટેકનોલોજી ક્ષેત્રે નવા સોફ્ટવેર કર્યા તેમાંનું એક છે. ઔપ્ટોજીનેટિકસ. આ એક નવી પધ્ધતિ છે. જેમાં પ્રકાશનો ઉપયોગ કરી મગજને કાબુમાં રાખી શકાય છે.
નાસીકની ડેન્ટલ કોલેજના ફક્ત ૨૧ વર્ષની ઊંમરના સમીર જૈન પણ યુવા શોધકની ઉપલી હરોલમાં છે. દાંતની રૃટકેનાલ ટ્રિટમેન્ટની જુની પધ્ધતિ બદલી નવી પધ્ધતિ દાખલ કરી છે. તેમનું રૃટકેનાલ મશીન સસ્તુ છે અને એવી સારવાર આપે છે નિષ્ફળ જતી નથી. ૨૦૦૯માં જ તેમણે Magik નામનું રૃટકેનાલ મશીન તૈયાર કર્યું. તેમાં હિટિંગ અને સોનિક વાઈબ્રેશનની વ્યવસ્થા છે. જે રૃટકેનાલ સારવારને ફેઈલ્યોર પ્રૂફ બનાવે છે. પરંપરાગત ટેકનિકમાં ગુટ્ટાપેર્ચા (gutta percha) ઠંડા વાતાવરણમાં ભરવામાં આવે છે. જેથી હવાના પરપોટા રહી જાય છે. નવી ટેકનીકમાં ગુટ્ટા પેર્ચા મેજીક વડે થ્રી-ડાઈમેન્શનલ સીલ ઊભુ કરે છે. ૬૦-૭૦ ડીગ્રીએ તાપમાને ગુટ્ટાપેર્યા આલ્ફા ફેઝમાં આવી સરસ વહે છે. મેજીક મશીન સોનિક વાઈબ્રેશન વડે એકસરીયો જથ્થો તૈયાર કરે છે. જેને કારણે એરસ્પેસ રહેતી નથી. વાઈબ્રેશનને કારણે ગુટ્ટા પેર્ચા કેનલની દિવાલ સાથે સરસ રીતે ચોંટી જાય છે. પરિણામે કોરોનલ સીલ અને લેટરલ સીલ વધુ સારા લાગે છે.
વિશ્વની આ પ્રથમ ટેકનીકમાં મેજીક મશીન ૩ પરિમાણવાળુ હોમોજીનસ પ્રવાહી સીલ તૈયાર કરે છે. જેને કારણે રૃટ કેનાલને ફરી ચેપ લાગતો નથી અને એન્ડોડોન્ટિક સારવારનું ધ્યેય સિદ્ધ થાય છે. આ પ્રકારથી સારવાર પામેલ દાંતમાં ફરી સડો લાગતો નથી અને દાંત ૧૦ વર્ષથી પણ વધુ સમય માટે ટકી રહે છે.
આ ટેકનીક કોઈપણ ડેન્ટિસ્ટ અપનાવી શકે છે અને ૧૦ ગણા ઓછા સમયમાં સારવાર પૂરી થાય છે. વળી સૌને ગમે એવી વાત એ છે સારવાર સસ્તી છે. મેજીક મશીન હજાર રૃપિયાનું થાય છે. જ્યારે પરંપરાગત મશીન ૧-૧.૨૫ લાખમાં મળે છે.
આજકાલ દરેક ક્ષેત્રે રોબોટની બોલબાલા છે પણ હવે પ્લાસ્ટિકના હાથવાળા રોબોટ શોધાઈ રહ્યા છે. બત્રીસ વર્ષીય આરોન ડૉલર અમેરિકા ખાતે મિકેનિકલ ઈજનેરી વિષયના પ્રોફેસર છે. તેમણે એક એવો રોબોટ બનાવ્યો છે. તેની આ રચના પ્લાસ્ટિકની છે. પ્લાસ્ટિકનો રોબોટિક હાથ વિવિધ પ્રકારની વસ્તુઓને પકડે છે અને તે પણ કશી ઈજા પહોંચાડયા વિના.
આમ તો રોબોટ બનાવવામાં આવે ત્યારે તેના હાથ ધાતુના બનાવવામાં આવે છે. હવે પ્લાસ્ટિક હાથ બનાવવા સસ્તા પડે છે અને તેને પ્રોસેસ કરવું પણ સસ્તુ પડે છે.
ડૉલરની ડિઝાઈનમાં પ્લાસ્ટિકની આંગળીઓ બનાવવામાં આવી છે. વસ્તુને તે ધીરેથી સ્પર્શે છે અને ત્યારબાદ ગ્રીપમાં લે છે. બીચ બૉલ હોય કે વાઈન ગ્લાસ કે પછી ટેલીફોન... એ દરેક વસ્તુને ઓળખે છે અને ધીરેથી પકડે છે.
ડૉલર એક બીબામાં સેન્સર અને કેબલ્સ ગોઠવે છે પછી એમાં વિવિધ પ્રકારના પ્લાસ્ટિક રેડે છે. આંગળી માટે, સાંધા માટે અને ફિન્ગરપેડ માટે જુદી જુદી ઘનતાવાળા પ્લાસ્ટિકનો તે ઉપયોગ કરે છે. એક વાર પ્લાસ્ટિક સખત થઈ જાય પછી તેને બીબામાંથી કાઢી એક આધાર પર ગોઠવે છે. પ્લાસ્ટિકથી બનેલા આ રોબોટિક હાથમાં માનવ-હાથ જેવી ફ્લેક્સીબિલિટી અને નરમાશ જોવા મળે છે. આવો હાથ 'પ્રોસ્થેટિક' તરીકે કામ કરી શકે કે નહિ તે અંગેની શોધ ચાલુ છે.
પેટ્રોલ, ડીઝલના ભાવો પતંગની માફક આકાશમાં ઊંચેને ઊંચે ઊડતા રહ્યા છે. પતંગ ક્યારેક તો કપાઈને નીચે આવે છે પણ આ બળતણનો ભાવ કપાયેલા પતંગને ફોલો કરતો નથી. પર્યાય રૃપે ઈથેનોલનો ઉપયોગ થઈ શકે પરંતુ પેટ્રોલિયમની લાઈનમાંથી તે પસાર થઈ શકતું નથી કારણ કે લો-એનર્જી-ડેન્સિટી ધરાવે છે.
બીજો પર્યાય આઈસોબ્યુટેનોસનો છે પણ જીવાણુંઓ વડે તે ઉત્પન્ન કરવું મુશ્કેલ છે. એટલે પીટર મીનહોલ્ડ નામના ૩૪ વર્ષીય વૈજ્ઞાાનિકે પીસ્ટના જીનોમને ''રિવાયર્ડ'' કર્યો. ગ્રીસ્ટમાંથી ઈથેનલ ઉત્પન્ન કરતાં જનીનને બહાર કાઢી ત્યાં આઈસોબ્યુટેનોલ ઉત્પન્ન કરતાં જનીનને ગોઠવી દીધો. ૨૦૦૫ની આ શોધને કારણે નવા પીસ્ટ સસ્તામાં બળતરણ તૈયાર કરવા માંડયા હવે તે ઘાસ અને લાકડાની ચીપમાંથી મળતી શર્કરા વડે આઈસોબ્યુટેનોલ બનાવવા માંગે છે. ૨૦૧૨માં માર્કેટમાં આ નવું બાયોફ્યુલ ધૂમ મચાવશે.
No comments:
Post a Comment