Sunday, January 30, 2011

આ 3 વાતો વિના અધૂરી છે ભક્તિ...

ધાર્મિકતાની વાત થતા જ ભક્ત અને ભગવાનની ચર્ચા જરુર થાય છે. સાધારણ સ્વરુપે કહીએ તો ભક્તિનો અર્થ ભગવાનની મૂર્તિ સામે કે નિરાકાર સ્વરુપમાં જોડાયેલા ધાર્મિક વિધી- વિધાન પૂરક માનવામાં આવે છે. આમ કરીને અનેક લોકો પોતાને ભાગ્યશાળી માને છે. પરંતુ ધર્મની દ્ર્ષ્ટિએ ભક્તિનો ખૂબ ઉંડો અર્થ છે.


મહત્વની રીતે કહીએ તો ભક્તિનો મૂળ ભાવ છે ભાવનાની ચરમ સ્થિતી અને ભગવાનના અનેક સ્વરુપો પ્રતિ આપણો ઉંડો પ્રેમ, વ્યવહારિક સ્વરુપથી જોઈએ તો એવી ભક્તિ કેટલાક ખાસ લોકોના જીવનમાં જ ઉતરે છે. જેમની ઓળખ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવી છે. જાણીએ એવી ભક્તિના સંકેત આપણા જીવનમાં કેવી રીતે મળે છે.


- જ્યારે કોઈ દુખી વ્યક્તિને જોઈને મનમાં દયા અને કરુણા આવે.

- કોઈ ભૂખ્યાને જોઈને ભોજન આપવાનું મન થાય.


- કોઈ ખોટા કે ભટકેલી રાહ પર ચાલનારા વ્યક્તિનું હીત કે તેને યોગ્ય દિશામાં લાવવા માટે મદદ કે સહાયતાની ઈચ્છા.


આ રીતે નિશ્ચિક છે કે વાસ્તવિક ભક્તિ ભગવાનના મંત્ર જાપ, ભજન અને આરતી કરવી એટલું જ નથી પરંતુ સાચા ભક્તની ઓળખ પણ છે દુખી લોકોની મદદ કરવી અને સેવા કરવી પણ હોય છે.






Related Articles:

ચિત્તના શુદ્ધિકરણમાં કર્મ સહાયરૂપ બને છે
નિષ્કામ કર્મ કરનારા પરમધામ (સ્વર્ગ) પામે છે
ભાગવત- 47 કર્તા અને કર્મ વચ્ચે અંતર દર્શાવે છે ભાગવત
દરેક કર્મ વિચારીને કરવું એ ધર્મ
મહેનતથી કરેલું કર્મ લાભદાયક હોય છે
મહાભારતનો સંદેશ : કર્મ
મન, વચન અને કર્મ ત્રણેયથી અહિંસા હોવી જોઈએ
કર્મ કરતાં રહો, ફળની ક્યારેય અપેક્ષા ન રાખો


source by:- divya bhaskar press

No comments: