જીવધારીઓને ઈન્દ્રીયોંની સંખ્યાના આધારે વર્ગીકૃત કરવામાં આવી છે. જેમની ઈન્દ્રીયોં જેટલી ઓછી વિકસિત છે, તેમને શરીર ત્યાગવામાં એટલું જ ઓછું કષ્ટ થાય છે. માટે જ એક ઈન્દ્રીય જીવો જેવા કે વનસ્પતિ,કંદ,ફૂલ-ફળ વગેરેને જ જૈન ધર્મીઓ ગ્રહણ કરે છે. જૈન ધર્મમાં આચાર-વિચારનું ઘણું ધ્યાન રાખવામાં આવે છે.
જૈન ધર્મનો સાર એ છે કે મનુષ્યે સદૈવ સત્કર્મ કરવું જોઈએ. જીવનની દરેક ક્ષણ આત્મજ્ઞાન (કૈવલ્ય)ની પ્રાપ્તિમાં લગાવવી જોઈએ. સત્ય, પ્રેમ, અહિંસા, દયા,કરુણા, પરોપકાર અને સેવા જેવા ઉચ્ચ સાત્વિક ગુણોને જીવનમાં અવશ્યપણે અપનાવવા જોઈએ. ભોગ-વિલાસથી દૂર રહીને પ્રત્યેક કર્મ પવિત્ર અને સાત્વિક જ કરવું જોઈએ. નૈતિક જીવન અપનાવીને જ મનુષ્ય આ માયા (જન્મ-મરણનું ચક્ર)ના બંધનથી મુક્ત થઈ શકે છે.
જૈન ધર્મની મુખ્ય માન્યતાઓ અને સિદ્ધાંત: જૈન ધર્મના ધાર્મિક ઉપદેશ મૂલત: નૈતિક મૂલ્યો પર આધારિત છે. આ ઉપદેશોમાં મોટા ભાગે પાશ્વનાથ અને મહાવીરની શિક્ષાઓ છે. પાશ્વનાથજી પ્રમાણે, ચાર મહાવ્રતો છે-(1) અહિંસા (2) સત્ય (3) અસ્તેય (4) અપરિગ્રહ.
ચોવીસમા તીર્થંકર વર્ધમાન મહાવીરે આ ચાર મહાવ્રતોમાં બ્રહ્મચર્યને પણ જોડયું છે. આમ જૈન ધર્મના પાંચ મહાવ્રતો થયા છે. જૈન ધર્મમાં ભિક્ષુઓ માટે આ પાંચ મહાવ્રતોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. અહિંસા વાસ્તવમાં જૈન ધર્મનો મૂળ આધાર છે. મન,વચન અને કર્મથી કોઈને પણ દુ:ખ કે કષ્ટ ન પહોંચાડવી અહિંસા છે.
જીવધારીઓને ઈન્દ્રીયોંની સંખ્યાના આધારે વર્ગીકૃત કરવામાં આવી છે. જેમની ઈન્દ્રીયોં જેટલી ઓછી વિકસિત છે, તેમને શરીર ત્યાગવામાં એટલું જ ઓછું કષ્ટ થાય છે. માટે જ એક ઈન્દ્રીય જીવો જેવા કે વનસ્પતિ,કંદ,ફૂલ-ફળ વગેરેને જ જૈન ધર્મીઓ ગ્રહણ કરે છે. જૈન ધર્મમાં આચાર-વિચારનું ઘણું ધ્યાન રાખવામાં આવે છે. નાનામાં નાના વ્યવહાર માટે પણ ધાર્મિક અને નૈતિક નિયમોનું વિધાન કરાયું છે.
જૈન ધર્મની માન્યતાઓ: જૈન ધર્મની માન્યતાઓ પ્રમાણે, વિશ્વ સદૈવથી છે, સદૈવ રહ્યું છે અનમે સદૈવ બનેલું રહેશે. જૈન ધર્મ પ્રમાણે, આ વિશ્વ બે અંતિમો, સનાતન અને સ્વતંત્ર પદાર્થોમાં વિભક્ત છે. તે છે- (1) જીવ (2) અજીવ. આ પદાર્થોમાં એખ જડ છે અને એક ચેતન છે. જૈન ધર્મમાં અજીવના પાંચ પ્રકારો ગણાવ્યા છે. જે આ પ્રકારે છે-(1) પુદ્રલ (પ્રકૃતિ) (2) ધર્મ (ગતિ) (3) અધર્મ (અગતિ અથવા લય) (4) આકાશ (દેશ) (5) કાળ (સમય). જૈન ધર્મની માન્યતાઓ અનુસાર સંપૂર્ણ જીવધારી આત્મા અને પ્રકૃતિના સૂક્ષ્મ મિશ્રણથી બને છે. તેમની વચ્ચે સંબંધ જોડવાની કડી છે, કર્મ.
કર્મનો સિદ્ધાંત: કર્મના આઠ પ્રકાર અને અગણિત ઉપપ્રકાર છે. કર્મના ફળથી જોડાયેલા હોવાને કારણે આત્માને અનેક શરીર ધારણ કરવા પડે છે અને તેના કારણે આત્મા જન્મ-મરણના બંધનમાં ફસાય છે. જૈન ધર્મમાં પાશ્વનાથના ઉપદેશોને ચાતુર્યામ સમ્વર-સંવાદ કહે છે. આ ચાતુર્યામ સંવાદ હતા. (1) હિંસાનો ત્યાગ (2) અસત્યનો ત્યાગ (3) સ્તેયનો ત્યાગ (4) પરિગ્રહનો ત્યાગ. મહત્વપૂર્ણ વાત એ છે કે પાશ્વનાથના પહેલા અહિંસા કેવળ તપસ્વીઓના આચરણમાં જ સામેલ હતી. પરંતુ પાશ્વનાથ મુનિએ અહિંસાને સત્ય, અસ્તેય અને અપરિગ્રહ સાથે જોડીને તમામ માટે વ્યવહારિક બનાવી દીધી છે.
Sunday, January 30, 2011
આ શીખવાડે છે, જૈન ધર્મ.........
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment