વિસ્ફોટ જંગલોના સફાયા માટે જવાબદાર
વિશ્વખેતી સંસ્થાના મત મુજબ હાલમાં પણ પૃથ્વીની સપાટી પરથી પ્રતિ વર્ષ ૦.૬% થી ૧.૫%ના દરે જંગલો ઘટતા જાય છે. ભારતમા હિમાલય વિસ્તારમાં જંગલોના વિનાશથી વાતાવરણ પધ્ધતિમાં ખૂબ મોટું નુકશાન થઈ રહ્યું છે. ગુજરાતમાં પ્રતિવર્ષ ૨૭૦ લાખ ઘનમીટર લાકડુ બળે છે.
અગ્નિ એશિયાઈ દેશોમાં અને ફીલીપાઈનમાં એક લાખ હેક્ટર વિસ્તારમાં પ્રતિવર્ષ કરોડ જેટલા વૃક્ષોનું છેદન થાય છે. આની આબોહવા પર પ્રતિકૂળ અસર જન્મી છે. ઋતુઓમાં થતા ફેરફાર પર પણ વિકૃત અસર થઈ રહી છે.
આપણે ત્યાં હજારો ટનના હીસાબે લાકડા વાપરવામાં આવ્યા જેનાથી રાષ્ટ્રિય સંપતિ જંગલોને પારાવાર નુકશાન થયું છે. આપણા દેશમાં ૩૫ વર્ષથી બેફામ વૃક્ષો કતલ થતા રહે છે. પરિણામે દેશની ૩૩% ધરતીને બદલે ૨૩% ધરતી પર જ જંગલો રહ્યા છે. ગુજરાતમાં તો માત્ર ૮% ધરતી પર જ જંગલો બચ્યા છે.
આફ્રીકનો ૯૦% લાકડાનો ઉપયોગ બળતણ તરીકે જ કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાન અંદાજ પ્રમાણે એશિયનો ૧૫ કરોડ ગરીબ પ્રજા જંગલ બાળે છે. બ્રાઝીલે ૩૩% જંગલ ગુમાવ્યું છે. ૨૧મી સદીમાં બ્રાઝીલ સહારાનું રણ બની જાય તો નવાઈ નથી.
સરકારે ૧૯૫૨મા વન અંગેની રાષ્ટ્રિય નીતિ જાહેર કરી. આ નીતિમાં જ્યાં પણ શક્ય હોય ત્યાં વૃક્ષ વાવણી પર ભાર મુકવામાં આવ્યો. આ નીતિ દ્વારા રાષ્ટ્રમાં ૧/૩ જમીનનો ભાગ વન આવરણ નીચે સમાવવાનો હતો. ૧૯૮૧મા વન સંવર્ધન કાયદા અન્વયે જંગલ વિસ્તારની જમીન પણ મધ્યસ્થ સરકારની પરવાનગી સિવાય બીજા કોઈના ઉપયોગ માટે ન લેવી.
જંગલ વિસ્તારની જમીન વસ્તી વધારો અને ખેતીના કામ માટે ઉદ્યોગીકરણ, વાહનવ્યવહાર વગેરે માટે દબાણ વધતા ૪૩.૨૮ લાખ હેક્ટર જમીન ૧૯૫૧ થી ૧૯૮૦ના ગાળા વચ્ચે જંગલવાળી જમીન વપરાઈ ગઈ. પરિણામે જંગલોનો નાશ થતા પૂર, જમીનના ધોવાણ, ઘસારા, બંધમા કાદવનો ભરાવો થતા પર્યાવરણમાં અસમતુલા આવી.
માનવીએ ખેતીની સમૃધ્ધિ માટે જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ કરીને વસુંધરાની હરિયાળી ખતમ કરી નાખી છે. હાઈબ્રીડ કપાસે તેમજ આધુનિક વિજ્ઞાાને ખેડૂતોને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા કરી નાખ્યો છે. જંતુનાશક દવાઓ છાંટયા પછી તે જમીનમાં મહિનાઓ, વર્ષો સુધી જળવાઈ રહે છે. જેમકે ડીડીટી, ૧૦ વર્ષ, ડાઈએલડીન ૮ વર્ષ, હેપ્ટાક્લોર અને સ્ટીનફેન ૪ વર્ષ, આલ્ડ્રીન ૩.૪ વર્ષ પછી પણ જમીનના પડમાં સૂક્ષ્મ પ્રમાણમાં તથા શાઈ એલ્ડ્રીનના સ્વરૃપે મળી આવે છે.
હાલમાં થયેલા સંશોધનો પ્રમાણે ફ્લોરીડામાં જંતુનાશક દવાઓ છાંટયા પછી એક મહીનામાં જ નાઈટ્રોફીકેશનની ક્રિયા આકરી પડે છે. જો આ ક્રિયા આકરી પડે તો ખેતીનું શું થાય? એ કલ્પી શકાય એમ છે.
પ્રદૂષણનાં દાવાનળે ખેડૂતોને ચિંતામાં મુકી દીધા છે. વધુ પડતા ખાતર, જંતુનાશકોના બેફામ ઉપયોગથી અનાજના દાણાની પોષણ ક્ષમતા ઘટી ગઈ છે.
ફેલાતા જતા રણવિસ્તારમાં વસ્તીવધારો પણ જવાબદાર છે. જમીનના ક્ષારો, પાણીનો અભાવ વગેરે કારણોથી આ વિસ્તારોની ઉપજ અને પેદાસમાં ઘટાડો થતો જોવા મળે છે.
સહારાનું રણ ૩૨૦૦ માઈલ લાંબુ અને ૩૫ લાખ ચોરસ માઈલ વિસ્તારવાળો ૬૦ હજાર વર્ષ પહેલા હરિયાળો પ્રદેશ હતો. આ વિસ્તારમાં નદીઓ વહેતી હતી અને જંગલો ઉગ્યા હતા. માણસોએ અવિચારી પણે જંગલો કાપી નાખ્યા. યુરોપમાં છેલ્લા હિમયુગનો અંત આવ્યો ત્યારે સહારાનો પ્રદેશ સુકાવા લાગ્યો. પરિણામે અહીંના પ્રાણી, મનુષ્યોએ સ્થળાંતર કર્યું.
કચ્છનો રણપ્રદેશ પણ દૂરના ભૂતકાળમા લીલાછમ વનશ્રીથી ઉભરાતો હતો. માનવીએ ૪૦% વધુ જંગલો કાપી નાખ્યા. અહિં પણ ભરપુર હરિયાળી હતી, સમૃધ્ધ બંદરો હતા. નિષ્ણાત કહે છે, આ તબક્કે વૃક્ષો વિપુલ પ્રમાણમાં વાવ્યા હોત તો કચ્છનો રણપ્રદેશ આજે હરિયાળો હોત...
વનશ્રીના આ પ્રચંડ વિનાશનું એક બીજું માઠું પરિણામ એ છે કે માટીને પકડીને રાખનાર વૃક્ષોના મૂળિયાનો લાભ જમીનને મળતો ન હોવાથી દર વર્ષે ચોમાસામાં ઉ.પ્રદેશ, બિહાર તેમજ બંગાળ વિનાશક પૂરથી પીડાય છે. અબજો ટન માટી નદીઓના કાંઠાઓ પરથી ધોવાય ને નદિમાં જાય છે. આ નદિઓ છિછરી બને છે અને પૂર અને આખરે ઘોડાપુરનું સ્વરૃપ ધારણ કરે છે.
દહેરાનની સેન્ટ્રલ આઈલ એન્ડ વાટર કાન્ઝરવેશન ઈન્ટીટયૂટ દ્વારા કરવામાં આવેલ સંશોધન દરમ્યાન જણાવ્યું છે કે વાઈન્ડર બ્રેકર કેપવન અવરોધક તરીકે બાગ-બગાચીમાં ઉગાડવામાં આવતા નિલગીરીના વૃક્ષો પર્યાવરણ માટે સહેજ પણ ઉપયોગી નથી. આ ઝાડ ભુગર્ભજળના સાધનોનો ઘટાડો કરે છે. ગયા વર્ષે મદ્રાસમાં પડેલ દુષ્કાળમાં નીલગીરીના વૃક્ષોને જવાબદાર ગણવામાં આવ્યા.
આપણા દેશમાં કાષ્ટકલા શ્રેષ્ઠ કક્ષાએ પહોંચ્યું છે અને ભારતની સંસ્કૃતિના પ્રચારકોએ પશ્ચિમમાં અફઘાનિસ્તાન અને પૂર્વમાં અગ્નિ એશિયાના દેશોમાં આ કાષ્ટકલાનો પ્રચાર કર્યો હતો.
ભારતની નદીઓના સર્વેક્ષણ પછી એમ જણાયું કે દેશની ૭૦% નદીઓના પાણી પીવાલાયક રહ્યા નથી. દેશના પ્રથમ શ્રેણીના ૪૮ અને બીજી શ્રેણીના ૬૬ શહેરો નદીઓમાં ગંદુ પાણી ઠાલવે છે. સાબરમતી દેશની સૌથી પ્રદૂષણવાળી નદી છે. કાનપુરની ૫૦ કિ.મી. સુધી નદિ કાંઠાની જીવનસૃષ્ટિ નાશ પામી છે. કેરાલાની ચલિવાર નદિ અને ચેરાફલ્યાની નદિની માછલીઓના પેટમાં પારાના ચિન્હો જોવા મળ્યા છે.
વિશ્વના દેશોની વાત કરીએ તો શિકાગો, લોસ-એન્જલસ, લંડન, ટોકીયો, પેરિસ વગેરે શહેરોમાં સવાર સાંજ નોકરીના સમયના કલાકો દરમ્યાન મોટર વાહનોમાંથી એટલો બધો અંગાર વાયુ બહાર ફેંકાય છે કે તે સમયે, પોલિસ પણ ગુંગળામણ અનુભવે છે. આથી તેમને પ્રાણવાયુના બાટલા રાખવાની સગવડ કરવી પડે છે.
પ્રદૂષિત હવાથી શ્વાસ નળીના રોગો થાય છે. ઝેરી વાયુઓથી ફેફસાનું કેન્સર થાય છે. પશ્ચિમના દેશો અમેરિકામાં નવા જન્મતા બાળકોના પહેલા પાણીના ઘૂંટડામાં 'સોમલ ઝેર' અંશ દેખાય છે. ભારતના જંતુનાશક દવાઓના વપરાશ બેફામ રીતે થાય છે. આપના દેશોમાં ચરબીના ૧ કિ.ગ્રા. દીઠ ૨૭.૩૨ મીલીગ્રામ ડી.ડી.ટી. ચરબીમાં ભળેલો જણાય છે.
અમેરિકા વિયેટનામના યુધ્ધમાં ખૂબ મોટા પ્રમાણમાં અનુ પ્રસ્ઘોટન કર્યું હતું. આજે પણ જમીન, વનસહિત કે પાક માટે વાઝણી બની છે. વૃક્ષોને ફક્ત પાન આવતા નથી. પશુપંખીઓનો નાશ થયો, તો વળી કેટલાક સ્થળાંતર કરીને ચાલ્યા ગયા. અમેરિકામાં વાયુ પ્રદૂષણથી પ્રતિવર્ષ ૫ અબજ ડોલરનું અનાજ ઓછું ઉત્પાદન થાય છે.
No comments:
Post a Comment