નવી રાશિની જન્મ કુંડળી પર કોઈ અસર નહીં પડે
તમારી રાશિ કઈ છે? આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા જરા થોભો, કારણ કે પૃથ્વીનું એલાઈમેન્ટ બદલાવાને કારણે બધી રાશિઓના સમયમાં પરિવર્તન આવ્યું છે. આ ઉપરાંત 12ની જગ્યાએ 13 રાશિ થઈ ગઈ છે.
નિષ્ણાંતોનું માનવું છે કે આ બદલાવ રાતોરાત આવ્યો નથી. છેલ્લા ત્રણ હજાર વર્ષમાં અલગ-અલગ સમય માટે 12 રાશિઓ નક્કી હતી. આ સમય દરમિયાન તારાઓ પોતાની ચાલ બદલી ચુક્યા છે, તેમજ સૂર્યની સતત પરિક્રમા કરી રહેલી પૃથ્વીની સ્થિતિમાં પણ પરિવર્તન આવ્યું છે. જેના કારણે રાશિઓ લગભગ એક મહિનો આગળ ચાલી ગઈ છે.
અત્યાર સુધી આપણે સનસાઈન એટલે કે સૂર્ય રાશિ જોતાં આવ્યા છીએ, પરંતુ ચંદ્રમા તરફ ગુરુત્વાકર્ષણનું બળ વધવાને કારણે તારાઓની સ્થિતમાં પરિવર્તન આવ્યું છે. આવું થવાથી એક વધુ રાશિ બની ગઈ છે, જેનું નામ ઓફિયૂકસ રાખવામાં આવ્યું છે. આ રાશિ વૃશ્ચિક બાદ અને ધન પહેલા આવે છે.
આથી નવી પદ્ધતિ પ્રમાણે મોટા ભાગના લોકોની રાશિ બદલાઈ જશે, તેમજ દુનિયાના મોટા મોટા જ્યોતિષિઓ આના પર ચર્ચામાં લાગી ગયા છે. જાણકારોનું કહેવું છે કે નવી પદ્ધતિ પ્રમાણે ભલે વ્યક્તિઓની રાશિ બદલાઈ જાય પરંતુ જન્મ કુંડળી પર તેની કોઈ અસર નહીં પડે. જ્યોતિષાચાર્યોનું કહેવું છે કે ઓફિયૂક્સ રાશિ વાળા વ્યક્તિઓ ઈમાનદાર, બુદ્ધજીવી, ઈર્ષ્યાળુ અને સેક્સ અપીલ વાળા હશે.નવી પદ્ધતિ પ્રમાણે તમારી રાશિ કઈ હશે?
મકરઃ 20 જાન્યુઆરી થી 16 ફેબ્રુઆરી
કુંભઃ 16 ફેબ્રુઆરીથી 11મી માર્ચ
મીનઃ 11 માર્ચથી 18 એપ્રિલમેષઃ 18 એપ્રિલથી 13 મે
વૃષભઃ 13 મેથી 21 જૂન
મિથુનઃ 21 જૂનથી 20 જુલાઈ
કર્કઃ 20 જુલાઈથી 10 ઓગસ્ટ
સિંહઃ 10 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર
કન્યાઃ 16 સપ્ટેમ્બરથી 30 ઓક્ટોબર
તુલાઃ 30 ઓક્ટબરથી 23 નવેમ્બર
વૃશ્ચિકઃ 23 નવેમ્બરથી 29 નવેમ્બર
ઓફિયૂક્સઃ 29 નવેમ્બરથી 17 ડિસેમ્બર
ધનઃ 17 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી
No comments:
Post a Comment