Sunday, January 30, 2011

સફળતા મેળવવી છે? તો પસંદ કરો આ રસ્તો...

શાસ્ત્રોમાં લાગણીઓના સ્તરે માણસના છ પ્રકારના દુશ્મન ગણાવામાં આવ્યા છે—કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સર. આમાં મત્સર અર્થાત ઇર્ષાને આજના સ્પર્ધાત્મક યુગમાં દરેક વ્યક્તિને સામનો કરવો પડે છે. હકીકતમાં ઈર્ષા, જલન કે ડાહ એક એવી આગ માનવામાં આવે છે જેનાથી વ્યક્તિ પોતે પણ બળીને ખાખ થાય છે અને બીજાને પણ દઝાડે છે.

આધ્યાત્મિક રીતે જોઈએ તો મનમાં જે વિચાર પેદા થાય છે તે ફરીથી મનમાં આવીને સારું કે ખરાબ પરિણામ આપે છે. આ વાત ઈર્ષા ઉપર પણ લાગુ પડે છે. જેની ખરાબ અસર વ્યક્તિની ચાલ-ચલગત ઉપર પણ પડે છે.

ધર્મ અને અધ્યાત્મિક શાસ્ત્રોમાં ઇર્ષાભાવથી બચીને સફળ બનવાના ઉપાય બતાવવામાં આવ્યા છે—

-પોતાની કુશળતા અને પરિસ્થિતિઓને યાદ રાખીને મહેનત અને પુરુષાર્થ કરવાનો ભાવ રાખો.

-હંમેશા આગળ વધવાનું જ વિચારો.

-બીજાની માટે પ્રેમ, સન્માન અને દયાનો ભાવ રાખો જેનાથી બદલીમાં પણ તમે એવો જ વ્યવહાર પ્રાપ્ત કરી શકો.

-કોઈની રહેણી-કરણી, પહેરવેશ કે ખાણીપીણીની ઈર્ષા કરવાને બદલે પોતાની ક્ષમતાઓ ઉપર ભરોસો રાખી ઉન્નતિ અને પ્રગતિ વિશે વિચારો.

No comments: