Sunday, January 30, 2011

જો શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત કરવું હોય તો.........

શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિના કેટલાક ઉપાયો

જે રીતે વિવાહ, સગાઇ, અન્ય શુભ કાર્યોના મુહૂર્ત હોય છે તે જ રીતે ગર્ભધાન માટેનું પણ મુહૂર્ત હોય છે. આપણા શાસ્ત્રોમાં ઓજસ્વી સંતાન પ્રાપ્ત કરવાના હેતુ માટે કેટલાક સફળ મુહૂર્ત બતાવવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં તે પણ વર્ણન છે કે ફક્ત એક કે બે સંતાન જ ઉત્પન્ન કરવા. બાકીનું જીવન ગૃહસ્થ રહીને બ્રહ્મચર્યનું પાલન કરવામાં વ્યતિત કરવું. આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ આપણા ધર્મ ગ્રંથોમાં છે .જ્યારે એક કે બે સંતાનો મેળવવા હોય ત્યારે શું કામ તે શ્રેષ્ઠ ન હોય! આ માટે શાસ્ત્રોએ ગર્ભધાનના મુહૂર્ત બતાવ્યા છે. તેના પાલનથી ચોક્કસ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત થશે.

- સ્ત્રીના માસિક ધર્મની ચાર રાત્રિ બાદ સમ રાત્રિમાં સંગમ કરો.
- જો કન્યા પ્રાપ્તિની ઇચ્છા હોય તો વિષમ રાત્રિમાં સંગમ કરો.
- આપની પત્નીને હંમેશા ડાબી તરફ સુવા દો.
- દિવસે ગર્ભાધાન કરવાથી અલ્પાયુ સંતાન પ્રાપ્ત થશે.
- સૂર્ય-ચંદ્ર ગ્રહણ; મૂળ, ભરણી, અશ્વિની, રેવતી, મધા, નક્ષત્ર; અમાસ, પૂર્ણિમા, અષ્ટમી, ચતુર્દશી જેવી તિથિના રોજ; શ્રાદ્ધના દિવસે; બપોરના સમયે; શનિવાર, મંગળવાર, બુધવાર, ગુરુવારના દિવસે ગર્ભાધાનની ક્રિયા ન કરવી.
- જે તિથિના દિવસે માતા-પિતાનું નિધન થયું હોય તે દિવસે પણ ગર્ભાધાન ક્રિયા ન કરવી.

No comments: