Sunday, January 30, 2011

હનુમાન પાસે શીખો ભક્તિ કરવાના...4 સૂત્રો







હિન્દુ ધર્મમાં શ્રી હનુમાન અદ્વિતીય અને વિલક્ષણ ગુણોવાળા દેવતા માનવામાં આવે છે. શ્રી હનુમાનનું ચરિત્ર બધા ગુણોથી સમ્પન્ન છે. હનુમાનજી શ્રેષ્ઠ ભક્ત જ નહીં પરંતુ તેઓ ભક્તિના આદર્શ પણ છે. એટલે શાસ્ત્રો પ્રમાણે બતાવવામાં આવેલ ભક્તિના ચાર સૂત્રોના હનુમાન ગુરુ માનવામાં આવ્યા છે.

આ ચાર સૂત્રો છે—
કર્મ, ઉપાસના, જ્ઞાન અને શરણાગતિ.


આ ચાર સૂત્રોની સાથે સાધના અને ભક્તિને લીધે જ હનુમાન અદભૂત અને ચમત્કારિક દેવતા ગણવામાં આવ્યા છે.

આ કારણે જ શ્રી હનુમાનની પૂજા-અર્ચના આધ્યાત્મિક અને વ્યવહારિક જીવનના લક્ષ્યો સુધી પહોંચવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ ભક્તિના આ ચાર માર્ગોમાંથી કોઈ એકને પસંદ કરી કોઈપણ ભક્ત પોતાના ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકે છે.

શાસ્ત્રોમાં એવું પણ સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે ભક્તિના આ ચાર રસ્તાઓ પસંદ કરવા માટે કયા પ્રકારની ક્ષમતા જરૂરી છે? જેને સાંભળીને કોઈપણ ભક્ત ભક્તિનું સુખ અને આનંદની ઊંડાઈ સુધી ડુબી શકે છે.

-જ્ઞાનમાર્ગઃ- વિદ્યા, વિચાર અને બૌદ્ધિક રીતે સક્ષમ ભક્ત માટે ભક્તિનો આ માર્ગ શ્રેષ્ઠ છે.

-ઉપાસનાઃ- ભાવનાનું સ્તરે સબળ ભક્ત માટે ઉપાસનાનો રસ્તો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

-કર્મઃ- પુરુષાર્થ, પરિશ્રમના સ્તરે દ્રડ અને મજબૂત ભક્ત માટે કર્મ કે કર્મકાન્ડનો રસ્તો ભક્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

-શરણાગતિઃ- જો કોઈ ભક્ત અન્ય ત્રણ રસ્તાઓને અપનાવવામાં અસહજ, અસક્ષમ મહેસૂસ કરવા લાગે ત્યારે તો ભક્તિનો આ સર્વશ્રેષ્ઠ રસ્તો છે. જે પ્રમાણે સમર્પણ અને શરણાગત થઈ ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.


આ ચારમાંથી ત્રણ સૂત્રોમાં સાધના મુખ્ય છે. જ્યારે ચોથા સૂત્રમાં ભગવત્કૃપા મુખ્ય છે. શ્રી હનુમાને ચારેયનો સુમેળ કરીને ભક્ત અને ભગવાનના સંબંધને પાવન-પવિત્ર અને શ્રેષ્ઠ બનાવ્યો છે. એટલે જ હનુમાનજીની પ્રસન્નતા માટે રામ અને રામની કૃપા મેળવવા માટે હનુમાન ભક્તિ ઉપર લોકજીવમાં ઊંડી આસ્થા છે.





Related Articles:

આ પાંચ દુઃખ હરી લે છે હનુમાન
શનિવારે શનિને ખુશ કરો હનુમાન પૂજાથી….
હનુમાન જ અપાવી શકે છે યશ અને લક્ષ્મીઃ-
હનુમાન ચાલીસાના ઉચ્ચારણ સાથે કરો પ્રાણાયમ
તંત્ર-મંત્ર અને ભગવાન હનુમાન
હનુમાન મંત્રથી મેળવો કાલસર્પ દોષ શાંતિ



source by :-divya bhaskar press

No comments: