
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનું દાંપત્યજીવન સુખી રહે. આ માટે તેઓ પુરેપુરા પ્રયત્નો પણ કરતા હોય છે.સુખી દાંપત્યનું મૂળ સ્વભાવ છે.ગૃહસ્થીમાં આપણે આપણા મૂળ સ્વભાવ વિશે પુરેપુરું જાણી લેવું જોઈએ. કેમ કે લોકો અંદરથી જુદા બહારથી જુદા દેખાવાનો પ્રયત્ન કરે છે. દાંપત્યજીવનમાં સુખ એવું છે કે જાણે કોઈ વસ્તુ રાખીએ આપણે તેને ભુલી ગયા હોઈએ.
જો તેને સારી રીતે સાચવવામાં આવે તો ક્યારેય તણાવ કે મુશ્કેલી પેદા થતી નથી. શોધવાથી સુખ મળી જાય છે. પહેલાંથી જ આપણી પાસે સુખ હતું. જો આપણે તેને શોધી કાઢ્યું હોત તો તે મળી જાત. પોતાની જાત સાથે સંવાદ કરવો બહુ જરુરી છે.જેમાં પ્રેમ હોય એવા સંસારની ઈચ્છા સૌ કોઈને હોય છે. જો આપણે પ્રેમથી રહીશું તો આપણો પરિવાર પણ આનંદ મંગલમાં રહેશે. કુદરતી રીતે આપણમે સુખી દાંપત્યજીવનની ભેટ મળશે.
No comments:
Post a Comment